For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિશ્વને હચમચાવનારા 10 ભયાનક ભૂંકપ

|
Google Oneindia Gujarati News

થોડા સમય પહેલા ભારત, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની ભૂમીને હચમચાવનારા ભૂંકપના આંચકા સતત આવી રહ્યાં હતા. જેના કારણે લોકોમાં એક ભયનો માહોલ ઉભો થઇ ગયો હતો. આ આંચકાની માત્રા 7.8 રિક્ટર સ્કેલ પર માપવામાં આવી હતી. જો કે,આ ભૂંકપે કોઇ રોદ્ર સ્વરૂપ ધારણ નહોતું કર્યું અને તેના કારણે કોઇ જાનમાલનું નુક્સાન પણ નહોતું થયું, પરંતુ વિશ્વમાં એવા ઘણા ભયનાક અને રોદ્ર સ્વરૂપ ધારણ કરનારા ભૂકંપના આચંકાઓ આવ્યા છે, જેના કારણે હજારોની સંખ્યામાં લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો પડ્યો હતો.

ત્યારે આજે અહીં આવા જ કેટલાક અત્યંત ભયાવહ ભૂકંપના આંચકાઓ અંગે આછેરી માહિતી આપવામાં આવી છે, કે જેને ક્યારેય પણ કોઇ ભૂલી શક્યું નથી. આવો જ ભયાનક ભૂંકપ ગુજરાતના કચ્છમાં 2001માં આવ્યો હતો. જેને આજે પણ કચ્છ અને ગુજરાત બેઠું થઇ ગયું હોવા પછી પણ ભૂલાવી શક્યું નથી. 26 જાન્યુઆરી આવતા જ ગુજરાતની જનતાના મનમાં એ કાળો દિવસ આખો સમક્ષ આવી જાય છે અને આ ભૂકંપમાં ગુમાવેલા પોતાના સ્નેહીજનોની યાદમાં તેમની આંખો ભીંજાય જાય છે. તો ચાલો આજે તસવીરોના માધ્યમથી વિશ્વના આવા જ કેટલાક ભૂકંપો પર નજર ફેરવીએ.

વિશ્વને હચમચાવનારા 10 ભયાનક ભૂંકપ

વિશ્વને હચમચાવનારા 10 ભયાનક ભૂંકપ

વાલદિવ

વાલ્દિવમાં 22 મે 1960ના રોજ શક્તિશાળી ભૂંકપ આવ્યો હતો. જેની માત્રા 9.5 રિક્ટર સ્કેલમાં નોંધાઇ હતી. જેમાં 6 હજારથી વધુ લોકોના મોત નીપજ્યાં હોવાનું નોંધાયું હતું.

વિશ્વને હચમચાવનારા 10 ભયાનક ભૂંકપ

વિશ્વને હચમચાવનારા 10 ભયાનક ભૂંકપ

અલાસ્કા
પ્રિન્સ વિલિયમ સાઉન્ડ એલાસ્કા, યુએસએમાં 27 માર્ચ 1964ના રોજ જોરાદાર ભૂંકપનો ઝાટકો આવ્યો હતો. આ ઝાટકો 9.2નો હોવાનું રિક્ટલ સ્કેલમાં નોંધાયુ હતુ અને આ ભૂંકપના કારણે 143 લોકોના મોત નીપજ્યા હતા.

વિશ્વને હચમચાવનારા 10 ભયાનક ભૂંકપ

વિશ્વને હચમચાવનારા 10 ભયાનક ભૂંકપ

સુમાત્રા

ઇન્ડોનેશિયાના સુમાત્રા ખાતે હિન્દ મહાસાગરમાં 26 ડિસેમ્બર 2004ના રોજ ભૂકંપ આવ્યો હતો. જેની માત્રા 9.1 હતી. આ ભૂંકપના કારણે આવેલી સુનામીના કારણે 14 દેશોમાં 2 લાખથી વધારે લોકો તેનો ભોગ બન્યા હતા.

વિશ્વને હચમચાવનારા 10 ભયાનક ભૂંકપ

વિશ્વને હચમચાવનારા 10 ભયાનક ભૂંકપ

જાપાન

11 માર્ચ 2011ના રોજ પેસિફિક મહાસાગરમાં આવેલા ભૂંકપના કારણે 15 હજારથી વધારે લોકોના મોત નીપજ્યા હતા. જેની માત્ર 9ની હોવાનું રિક્ટર સ્કેલમાં નોધાયું હતું. આ ભૂંકપને ઇતિહાસનો સૌથી ભયાનક ભૂંકપ ગણવામાં આવે છે.

વિશ્વને હચમચાવનારા 10 ભયાનક ભૂંકપ

વિશ્વને હચમચાવનારા 10 ભયાનક ભૂંકપ

રશિયા

4 નવેમ્બર 1952માં રશિયામાં ભૂંકપ આવ્યો હતો, જેની માત્રા 9 હોવાનું રિક્ટર સ્કેલમાં નોંધાઇ હતી.

વિશ્વને હચમચાવનારા 10 ભયાનક ભૂંકપ

વિશ્વને હચમચાવનારા 10 ભયાનક ભૂંકપ

સુમાત્રા, ઇન્ડોનેશિયા
25 નવેમ્બર 1833માં ઇન્ડોનેશિયાના સુમાત્રામાં 8.8ની માત્રાનો ભૂંકપ આવ્યો હતો. જેની અસર ઘણા વિસ્તારમાં જોવા મળી હતી.

વિશ્વને હચમચાવનારા 10 ભયાનક ભૂંકપ

વિશ્વને હચમચાવનારા 10 ભયાનક ભૂંકપ

એરિકા, ચિલે
ચિલેના એરિકામાં 16 સપ્ટેમ્બર 1615ના રોજ આવેલો 8.8નો ભૂંકપ ચિલેના ઇતિહાસના 10 સૌથી ભયાનક ભૂંકપમાનો એક ભૂંકપ છે.

વિશ્વને હચમચાવનારા 10 ભયાનક ભૂંકપ

વિશ્વને હચમચાવનારા 10 ભયાનક ભૂંકપ

કોલંબિયા
કોલંબિયામાં 31 જાન્યુઆરી 1906ના રોજ આવેલા ભૂંકપની માત્રા 8.8ની હતી અને તેના કારણે 500થી વધારે લોકોના મોત નીપજ્યા હતા.

વિશ્વને હચમચાવનારા 10 ભયાનક ભૂંકપ

વિશ્વને હચમચાવનારા 10 ભયાનક ભૂંકપ

ચિલે
27 ફેબ્રુઆરી 2010ના રોજ ચિલેમાં આવેલા ભૂંકપની માત્રા 8.8ની હતી, તે વિશ્વનો સૌથી મોટો ભૂંકપ હતો, જેમાં 525 લોકોએ જીવ ગુમાવ્યા પડ્યા હતા.

વિશ્વને હચમચાવનારા 10 ભયાનક ભૂંકપ

વિશ્વને હચમચાવનારા 10 ભયાનક ભૂંકપ

પેસેફિક મહાસાગર, કેનેડા, યુએસ

26 જાન્યુઆરી 1700માં કેનેડા અને યુએસએમાં પેસિફિક મહાસાગરમાં આવેલા ભૂંકની માત્રા 8.7 હતી. જેના કારણે આવેલી સુનામીની અસર જાપાનમાં થઇ હતી.

English summary
Evacuation plans were executed; people made a beeline to the exits and nervous laughter broke out as a 7.8 magnitude earthquake struck parts of Asia including India, Iran and Pakistan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X