For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

SCOની બેઠક માટે રાજનાથ સિંહ ત્રણ દિવસીય પ્રવાસ પર મોસ્કો પહોંચ્યા

SCOની બેઠક માટે રાજનાથ સિંહ ત્રણ દિવસીય પ્રવાસ પર મોસ્કો પહોંચ્યા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ભારતના કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહ ત્રણ દિવસીય પ્રવાસ પર મોસ્કો પહોંચી ગયા છે. જણાવી દઈએ કે રશિયાની રાજધાની મોસ્કોમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) દેશો સાથે રક્ષામંત્રી રાજનાથ સિંહની મીટિંગ થનાર છે જેમાં ભાગ લેવા માટે રાજનાથ સિંહ આજે ભારતથી રવાના થયા હતા. મોસ્કો પહોંચવા પર મેજર જનરલ બી યૂ નિકોલેવિચે એરપોર્ટ પર રાજનાથ સિંહનું સ્વાગત કર્યું. જણાવી દઈએ કે ભારત-ચીન વચ્ચે ચાલી રહેલ સરહદ વિવાદને પગલે આ વખતે એસસીઓની બેઠકને બહુ મહત્વની માનવામાં આવી રહી છે.

rajnath singh

મૉસ્કોમાં થનાર એસસીઓની બેઠકમાં ચીનના રક્ષામંત્રી જનરલ વેઈ ફેંગ પણ સામેલ થશે, પરંતુ ભારતીય અધિકારીઓ મુજબ વેઈ ફેંગ અને રાજનાથ સિંહ વચ્ચે કોઈ સંભાવિક બેઠક નહિ થાય. જણાવી દઈએ કે આ સંમેલનનું આયોજન એવા સમયે થઈ રહ્યું છે જ્યારે 29 અને 30 સપ્ટેમ્બરે ભારતે લદ્દાખના ચુશુલ સેક્ટરમાં ચીનની પીપુલ્સ લિબરેશન આર્મીના જવાનોએ એકવાર ફરી ઘુસણખોરીની કોશિશ કરી હતી. રાજનાથ સિંહ 4થી 6 સપ્ટેમ્બર સુધી મૉસ્કોમાં શાંઘાઈ કૉ ઓપરેશન ઓર્ગેનાઈઝેશન દેશોના રક્ષામંત્રીઓની મીટિંગ હાજર રહેશે. પહેલા ત્યાં ચીનના રક્ષામંત્રી રાથે મુલાકાતના અહેવાલ હતા પરંતુ ન્યૂઝ એજન્સી એએનઆઈએ સૂત્રોના હવાલેથી સ્પષ્ટ કરી દીધું કે રાજનાથ સિંહ હવે પોતાના ચીની સમકક્ષને નહિ મળે.

આ દરમિયાન એવા અહેવાલ પણ આવી રહ્યા છે કે મહિનાના અંતમાં રક્ષામંત્રી રાજનાથ સિંહ ઓસ્ટ્રેલિયા અને ઈન્ડોનેશિયામાં તેમના સમકક્ષ સાથે બેઠક કરી રહ્યા છે. ચીનને હવે પાઠ ભણાવવા માટે લામબંદીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. રિપોર્ટ મુજબ ત્રણ દેશો વચ્ચે સારા સંબંધ છે, આ ક્રમમાં આગલા કેટલાક મહિનામાં રક્ષા અને વિદેશ મંત્રીઓની બેઠક થશે. જણાવી દઈએ કે ત્રણ દેશોની સીમા હિંદ- પ્રશાંત મહાસાગરના ખુલ્લા અને સમાવેશી ક્ષેત્રને શેર કરે છે.

ભારત ચીન સરહદે તંગદીલી: ચીનનું બેવડુ રવૈયુ ખતરાની ઘંટીભારત ચીન સરહદે તંગદીલી: ચીનનું બેવડુ રવૈયુ ખતરાની ઘંટી

English summary
defense minister rajnath singh arrive moscow for SCO meet
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X