For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડાયેટ ડ્રિન્ક્સ પીવાથી નથી ઘટતું વજન, વધે છે જોખમ

|
Google Oneindia Gujarati News

diet-cold-drinks
આપને કોલ્ડ ડ્રિંક પસંદ છે, પણ તેનાથી વજન વધે છે એવું જાણીને તમે કન્ટ્રોલ કર્યો હતો. પણ જ્યારથી માર્કેટમાં ડાયટ કોલ્ડ ડ્રિંક મળવા લાગ્યા છે અને તેનાથી કેલરી વધતી નથી અને તેથી વજન વધતું નથી તેવો દાવો કરવામાં આવ્યો છે, ત્યારથી તમે તેની પાછળ ઘેલા બન્યા છો.

જો કે અમેરિકાના એક વિશેષજ્ઞએ દાવો કર્યો છે કે ડાયટ ડ્રિંક્સમાં સ્વીટનર તરીકે જેનો ઉપયોગ કરવામાં આવે છેતે શુગરથી ભરપુર અન્ય કોલ્ડ ડ્રિંક્સ જેટલી જ હાનિકારક હોય છે.

વાસ્તવમાં કોક, પેપ્સી, સેવન અપ અને સ્પ્રાઇટ વગેરે જેવા ઉત્પાદનોમાં પૌષ્ટિક પદાર્થો તરીકે Aspartameનો ઉપયોગ કરવામાંઆવે છે. આ અંગે થયેલા અભ્યાસનો દાવો છે કે જે કોલ્ડ ડ્રિંક્સમાં આ પદાર્થ હોય છે તેનાથી વજન વધવાની, ડાયાબિટિઝ થવાની અને હ્રદયની બિમારી થવાનું જોખમ વધારે રહે છે. એટલું જ નહીં, એક દિવસમાં ડાયટ કોલ્ડ ડ્રિંકનું એક ટીન પેક પીવાથી હાઇ બ્લડ પ્રેશરની સમસ્યા થવાની પણ શક્યતા છે.

અમેરિકાના ઇન્ડિયાનાની એક યુનિવર્સિટીના એક પ્રોફેસર સુઝાન સ્વીથર્સનો દાવો છે કે ડાયટ કોલ્ડ ડ્રિંક પીવાથી હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે. જો કે બ્રિટનના નિષ્ણાતોનો મત આનાથી જુદો છે. તેમનું માનવું છે કે એવા અનેક પુરાવા મળ્યા છે જેનાથી સાબિત થાય છે કે ડાયટ ડ્રિંક ફાયદાકારી છે.

English summary
Diet drinks dont cut your weight and can be harmful as regular
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X