• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

શું નોટોથી પણ ફેલાય છે કોરોના વાયરસ, WHOએ આપી ચેતવણી

|

કોરોના વાયરસે ભારત સહિત દુનિયાના 60 દેશોમાં કહેર વર્તાવ્યો છે. હજુ સુધી એ નથી જાણી શકાયુ કે છેવટે આ વાયરસ કેવી રીતે ફેલાઈ રહ્યો છે. આ દરમિયાન વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)એ કહ્યુ છે કે ગંદી બેંક નોટ આ વાયરસ ફેલાવાનુ સૌથી મોટુ કારણ હોઈ શકે છે. WHOએ કહ્યુ છે કે લોકોએ કોશિશ કરવી જોઈએ કે તે કેશલેસ ટ્રાન્ઝેક્શન કે કોઈ પ્રકારના કૉન્ટેક્ટ વિનાના પેમેન્ટનો ઉપયોગ કરે.

ચીન અને કોરિયાએ ઉઠાવ્યા હતા આ પગલા

ચીન અને કોરિયાએ ઉઠાવ્યા હતા આ પગલા

યુનાઈટેડ નેશન્સ (યુએન) હેઠળ આવતા WHOએ કહ્યુ છે કે બેંક નોટને અડતા પહેલા ગ્રાહક પોતાના હાથ સારી રીતે ધોઈ લે કારણકે કોવિડ-19 નોટની સપાટી પર ઘણા દિવસો સુધી જીવતો રહી શકે છે. WHOના પ્રવકતા તરફથી કહેવામાં આવ્યુ છે કે બિમારીને ફેલાવાથી રોકવા માટે લોકોએ જ્યાં સુધી સંભવ હોય કેશલેસ ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ. બેંક ઑફ ઈંગ્લેન્ડે પણ આ વાતને માની છે કે નોટ વાયરસનો વાહક હોઈ શકે છે. એવામાં લોકોએ પોતાના હાથ સતત ધોતા રહેવુ જોઈએ. WHO તરફથઈ આ વાત એ સમયે કહેવામાં આવી છે કે જ્યારે ચીન અને કોરિયામાં ગયા મહિને બેંક નોટોને વાયરસથી મુક્ત કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી. બંને દેશોમાં ઉપયોગમાં આવી ચૂકેલ નોટોને આઈસોલેટ કરવાનુ શરૂ કરવામાં આવ્યુ.

નોટોને કરવામાં આવી વાયરસથી મુક્ત

નોટોને કરવામાં આવી વાયરસથી મુક્ત

ચીન અને કોરિયા તરફથી વાયરસને ફેલાતો રોકવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો. અધિકારીઓએ એ વખતે અલ્ટ્રાવાયૉલેટ લાઈટ કે હાઈ ટેમ્પરેચરનો ઉપયોગ કરીને બિલને સ્ટરલાઈઝ કર્યુ હતુ. 14 દિવસો સુધી સંપૂર્ણપણે સીલ્ડ સ્ટોરમાં રહ્યા બાદ જ નોટ સર્ક્યુલેશનમાં આવી શકે છે. બેંક ઑફ ઈંગ્લેન્ડથી જોડાયેલા સૂત્રો તરફથી જણાવવામાં આવ્યુ છે કે હાલમાં બ્રિટનમાં ચીન કે કોરિયાની જેમ કંઈ કરવાની યોજના નથી. વળી, WHOએ કહ્યુ છે કે, બ્રિટનમાં લોકોએ એ વખતે સાવચેતી રાખવી જોઈએ જ્યારે સંક્રમિત થઈ ચૂકેલી નોટોને તે અડ્યા હોય.

હાથને સારી રીતે સાફ કરો, મોઢાને હાથ ન લગાવો

હાથને સારી રીતે સાફ કરો, મોઢાને હાથ ન લગાવો

WHOના પ્રવકતાને જ્યારે પૂછવામાં આવ્યુ કે શું બેંક નોટના કારણે પણ કોરોના વાયરસ ફેલાઈ શકે છે? આના પર ડબ્લ્યુએચઓના પ્રવકતાએ જવાબ આપ્યો, ‘હા, સંભવ છે. આપણને ખબર છે કે પૈસા ઘણા હાથોમાંથી પસાર થાય છે અને કોઈ પણ પ્રકારના વાયરસ કે બેક્ટેરિયા કે પછી વાયરસથી કોઈ પણ ક્ષણે સંક્રમિત થઈ શકે છે.' તેમણે આગળ કહ્યુ કે WHO લોકોને સલાહ આપવા ઈચ્છે છે કે બેંક નોટના સંપર્કમાં આવ્યા બાદ તે પોતાના હાથને સારી રીતે ધોઈ લે અને પોતાના મોઢાને ન અડે. સંભવ હોય તો કેશલેસ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપે.

નવ દિવસ સુધી જીવિત રહી શકે છે વાયરસ!

નવ દિવસ સુધી જીવિત રહી શકે છે વાયરસ!

હજુ સુધી એ વાત પણ સાબિત નથી થઈ શકી કે વ્યક્તિના શરીરની બહાર કોઈ નવો કોરોના વાયરસ કેટલા સમય સુધી જીવિત રહી શકે છે. 22 અલગ અલગ અભ્યાસ જેમાં સાર્સ અને માર્સ સાથે જોડાયેલા અભ્યાસ પણ શામેલ છે, તેના આધારે જર્નલ ઑફ હોસ્પિટલ ઈન્ફેક્શન તરફથી કહેવામાં આવ્યુ છે કે વ્યક્તિમાં કોરોના વાયરસ નવ દિવસ સુધી રૂમ ટેમ્પરેચરમાં જીવતો રહી શકે છે. જો કે એ પણ સાચુ છે કે સમાન કીટાણુનાશક પ્રયોગ કરવા અને સાથે વધુ તાપમાન પર આ વાયરસ તરત જ નિષ્ક્રિય થઈ જાય છે.

આ પણ વાંચોઃ દિલ્લી હિંસા એકતરફી અને યોજનાબદ્ધ હતી, મુસલમાનોને વધુ નુકશાન થયુઃ રિપોર્ટ

English summary
Dirty banknotes spreading Coronavirus says WHO.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X