'એ મારા ટાઈપની નથી', રાઈટરના રેપ આરોપો પર બોલ્યા અમેરિકન પ્રેસિડેન્ટ

'એ મારા ટાઈપની નથી', રાઈટરના રેપ આરોપો પર બોલ્યા અમેરિકન પ્રેસિડેન્ટ

વૉશિંગ્ટનઃ અમેરિકન લેખિકા ઈ જીન કૈરોલે ડોનાલ્ડ ટ્રમ્પ પર રેપના આરોપો લગાવ્યા હતા. જેના પર સોમવારે ડોનાલ્ડ ટ્રમ્પે પ્રતિક્રિયા આપી છે. ટ્રંપે કૈરોલના તમામ આરોપોને નકારી કાઢ્યા છે. ટ્રમ્પે પોતાની પ્રતિક્રિયામાં કહ્યું છે કે, 'તે મારા ટાઈપની નથી.' કૈરોલે ટ્રમ્પ પર વર્ષ 1990માં ન્યૂયોર્કના એક ડિપાર્ટમેન્ટ સ્ટોરમાં તેની સાથે બળાત્કારની કોશિશ કરી હોવાનો આરોપ લગાવ્યો છે.

donald trump

ટ્રમ્પે કહ્યું જૂઠું બોલી રહી છે કૈરોલ

ટ્રમ્પે ધી હિલને આપેલ ઈન્ટર્વ્યૂમાં આ આરોપો પર પહેલીવાર ટિપ્પણી કરી. રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે, હું બહુ સન્માન સાથે કહેવા માંગીશ, નંબર એક-તે મારા ટાઈપની નથી. નંબર 2- આવું ક્યારેય નથી થયું. ટ્રમ્પનો આ ઈન્ટર્વ્યૂ વ્હાઈટ હાઉસની ઑવલ ઑફિસમાં થયો હતો. ટ્રમ્પે કહ્યું કે આ સંપૂર્ણપણે જૂઠું બોલી રહી હતી. ટ્રમ્પે કહ્યું કે, હું આ મહિલાને નથી જાણતો. તેના વિશે મને કંઈ ખબર જ નથી. ન્યૂયોર્કની એક મેગેઝિનમાં પાછલા દિવસોમાં કૈરોલના હવાલેથી એક આર્ટિકલ લખવામાં આ્યો હતો. જો કે એ સમયે પણ ડોનાલ્ડ ટ્રમ્પે આ આરોપો પર ટ્વીટ કરીને કહ્યું હતું આ માણસને હું મારી જિંદગીમાં ક્યારેય નથી મળ્યો.

ટ્રમ્પ પર આરોપ લગાવનાર 16મી મહિલા

કૈરોલ 16મી મહિલા છે જેણે ટ્રમ્પ પર યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. કૈરોલે કહ્યું કે મૈનહૈટ્ટનના એક ડિપાર્ટમેન્ટ સ્ટોરમાં 1990ના મધ્યમાં ડોનાલ્ડ ટ્ર્મ્પે તેનુ યૌન ઉત્પીડન કર્યું હતું. કૈરોલ એલે મેગેઝીન માટે પણ લખે છે. કૈરોલે લખ્યું કે, વર્ષ 1995 અથવા 1996માં ટ્રમ્પ સાથે બેર્ગડોર્ફ ગુડમૈનમાં ટ્રમ્પ સાથે તેનો આમસનો સામનો થયો હતો અને આ દોસ્તાના હતું. આ દરમિયાન રિયલ એસ્ટેટના બાદશાહ ટ્રમ્પે તેમને ડ્રેસિંગ રૂની દિવાર પર ધક્કો માર્યો અને પોતાની જિપ ખોલી. કૌરોલ મુજબ ટ્રમ્પે તેની સાથે જબરદસ્તી કરવાની કોશિશ કરી. પરંતુ કૈરોલે પૂરી તાકાતથી ટ્રમ્પને ધક્કો માર્યો અને સ્ટોરથી બહાર નિકળી ગઈ.

આ પણ વાંચો- માતા પુત્રી પ્રિયંકા માટે છોકરો શોધતી હતી, તે જેન્ડર ચેન્જ કરી આવી

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X