For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

માતા પુત્રી પ્રિયંકા માટે છોકરો શોધતી હતી, તે જેન્ડર ચેન્જ કરી આવી

યુપીના કાનપુરની મહિલા નેશનલ બોક્સિંગની ખેલાડી રહી ચૂકેલી પ્રિયંકા પાલના ઘરવાળા તેના લગ્નની તૈયારી કરી રહ્યા હતા. ઘરના લોકો પુત્રીના લગ્ન માટે છોકરો શોધી રહ્યા હતા

|
Google Oneindia Gujarati News

યુપીના કાનપુરની મહિલા નેશનલ બોક્સિંગની ખેલાડી રહી ચૂકેલી પ્રિયંકા પાલના ઘરવાળા તેના લગ્નની તૈયારી કરી રહ્યા હતા. ઘરના લોકો પુત્રીના લગ્ન માટે છોકરો શોધી રહ્યા હતા, ઘરમાં લગ્નની વાતો ચાલતી હતી. પરંતુ કેટલાક દિવસો બાદ જ્યારે પ્રિયંકા નોકરીથી પાછી ઘરે આવી ત્યારે ઘરના તમામ સભ્યો ચોંકી ઉઠ્યા કારણ કે પ્રિયંકાએ પોતાનું જેન્ડર ચેન્જ કરી લીધું હતું. પ્રિયંકા હવે યુવતી નહીં યુવક બની ચૂકી હતી. હવે પ્રિયંકાનું નામ શ્રેયાન પાલ છે. જે ઘરના લોકો હમણા સુધી પોતાની પુત્રીને વિદાય આપવાની તૈયારી કરી રહ્યા હતા, તે હવે વહુ લાવવા તૈયાર છે.

કાનપુરની છે પ્રિયંકા

કાનપુરની છે પ્રિયંકા

વ્યવસાયે બિલ્ડર રામ સ્વરૂપ પાલની પુત્રી પ્રિયંકા પાલ કાનપુરના યશોદાનગરમાં રહે છે. આમ તો પ્રિયંકાએ યુવતી તરીકે જન્મ લીધો હતો. પંરતુ બાળપણથી લઈ 25 વર્ષની ઉંમર સુધી તે યુવતી રહી. ગર્લ્સ કોલેજમાં અભ્યા સકર્યો. પ્રિયંકાને બોક્સિંગનો શોખ હતો. એટલે તે મહિલા બોક્સિંગ ટીમમાં નેશનલ લેવલ સુધી રમી. પ્રિયંકાને ભણ્યા બાદ નોકરી પણ મળી પ્રિયંકાએ મહિલા સ્પોર્ટ્સ ટીચર તરીકે હરિયાણામાં નોકરી જોઈન કરી, પરંતુ હવે પ્રિયંકા પાલ શ્રેયાન પાલ થઈ ચૂક્યો છે. તેણે પોતાનું જેન્ડર ચેન્જ કરાવી લીધું છે. અને તેણે જેન્ડર ચેન્જ કરાવ્યા બાદ જ ઘરના લોકોને માહિતી આપી.

મને અંદરથી છોકરાઓ જેવું લાગતું હતું

મને અંદરથી છોકરાઓ જેવું લાગતું હતું

શ્રેયાન બનેલી પ્રિયંકાનું કહેવું છે કે તે ભલે છોકરી જન્મની હોય, પરંતુ પોતાને છોકરો સમજતી હતી. બાળપણથી જ તેને છોકરાઓની જેમ રહેવું ગમતું હતું. કપડા પણ છોકરાઓ જેવા પહેરતી હતી. ઘરના લોકો ગુસ્સો પણ કરતા હતા. પ્રિયંકાએ કહ્યું કે તે હતી છોકરી પરંતુ તેને છોકરાઓ જેવું કરવું બધુ જ ગમતું હતું. જો કે પ્રિયંકાએ મહિલા ટીમ તરફથી બોક્સિંગમાં ઘણા એવોર્ડ મેળવ્યા છે.

નેશનલ બોક્સિંગ પ્લેયર

નેશનલ બોક્સિંગ પ્લેયર

27 વર્ષના શ્રેયાન પાલનું કહેવું છે કે તે 25 વર્ષનો હતો ત્યારે તે સ્પોર્ટ્સ ટ્રેનર તરીકે હરિયાણા નોકરી કરવા ગઈ હતી. ત્યાં તેણે ડોક્ટર સાથે મુલાકાત કરી અને વાત કરી કે તેને છોકરીઓ જેવી ફીલિંગ નથી, તે જન્ડર ચેન્જ કરાવવા ઈચ્છે છે. બાદમાં ડોક્ટરોએ તેની વાત માની અને જેન્ડર ચેન્જ કરાવી દીધું.

છોકરીથી છોકરો બનતા લાગ્યા બે વર્ષ

છોકરીથી છોકરો બનતા લાગ્યા બે વર્ષ

શ્રેયાને કહ્યું કે જ્યારે તેમણે ડોક્ટર સાથે મુલાકત કરી તો બાદમાં ટ્રીટમેન્ટ શરૂ થઈ. સૌથી પહેલા બોડીમાં મેલ હોર્મોન્સ નાખવામાં આવ્યા. બાદમાં 6 મહિના બાદ ટોપ સર્જરી થઈ અને 6 મહિના બાદ બોટમ સર્જરી થઈ. લગભગ 2 વર્ષ બાદ તે પ્રિયંકામાંથી શ્રેયાન બની ગઈ. શ્રેયાન જ્યારે ટ્રીટમેન્ટ કરાવી રહ્યા હતાત્યારે તેમની બોડીમાં મેલ હોર્મોન્સ હતા. જેને કારણે તેને દાઢી મૂછ પણ આવી રહી હતી. અને અવાજ પણ બદલાઈ રહ્યો હતો. તે જ્યારે ઘરે આવ્યો ત્યારે દાઢી કરીને પહોંચ્યો અને વાત છુપાવેલી રાખી.

મા હજી પણ પ્રિયંકા કહે છે.

મા હજી પણ પ્રિયંકા કહે છે.

એટલું જ નહીં જ્યારે તેને પરિવારે અવાજ વિશે પૂછ્યું તો કહ્યું કે ગળુ બેસી ગયું છે. શ્રેયાને પોતાનું જેન્ડર ચેન્જ દિલ્હીના ગંગારામ હોસ્પિટલમાં કરાવ્યું. તેમણે કહ્યું કે આ ઓપરેશન પાછળ 5થી 6 લાખનો ખર્ચ થયો છે. આ ખર્ચો તેણે પોતાની નોકરીમાંથી પૈસા બચાવીને કર્યો છે અને ઘરમાં કોઈને કહ્યું ના હતું. જ્યારે તે શ્રેયાન બનીને ઘરે પહોંચ્યો અને ઘરના લોકોને વાત જણાવી તો બધા ચોંકી ઉઠ્યા. ઘરના લોકો ધીરે ધીરે સમજ્યા. શ્રેયાનની માતા હતી પણ તેને પ્રિંયા કહીને બોલાવે છે, તેમનું કહેવું છે કે તેમને આદત નથી. 25 વર્ષ સુધી તેમને છોકરી હતી હવે તે છોકરો થઈ ગયો. તે ખુશ છે પરંતુ બોલવાની આદત નથી. એટલે શ્રેયાનના બદલે પ્રિયંકા બોલાઈ જવાય છે.

English summary
national boxing champion priyanka pal changed gender
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X