ભારત-ઇટલી અંદરો અંદર કરી લે સમાધાન: યૂરોપીય સંઘ

ઇયૂની વિદેશ નીતિ પ્રમુખ કેથરીન એશ્ટનના એક પ્રવક્તાએ જણાવ્યું કે યૂરોપીય સંઘ, ભારત અને ઇટલીની વચ્ચે ચાલી રહેલી વાતચીત પર નજર બનાવી રાખી છે તથા વાતચીત દ્વારા સમાધાન મેળવી શકાય છે.
ઇટલીના મરિન્સે ફેબ્રુઆરી 2012ના રોજ કેરળના દરિયામાં બે ભારતીય માછીમારોની બોટ પર ગોળીબાર કર્યો હતો. જેમાં બે માછીમારોનું મોત થયું હતું. આ બંને મરિન્સની સામે ભારતમાં હત્યાનો કેસ ચાલી રહ્યો છે.
ઇટલીમાં ચૂંટણીમાં મતદાનનો હવાલો આપીને સ્વદેશ લઇ જનાર ઇટલી સરકારે પોતાના બે મરિન્સને ભારત પરત મોકલવાનો ઇનકાર કરી દીધો છે. ભારતીય સુપ્રિમ કોર્ટે ઇટલીના બંને મરિન્સને મતદાન કરવા માટે સ્વદેશ જવા માટેની પરવાનગી આપી હતી.
જોકે સુપ્રિમ કોર્ટે ઇટલીના રાજદૂતને ભારત બહાર નહી જવાના આદેશ આપ્યા છે. તેમજ ઇટલી સરકાર અને બંને મરિન્સને પણ 20 માર્ચ સુધી જવાબ આપવા નોટિસ ફટકારી છે.












Click it and Unblock the Notifications
