For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તમારા ફેસબૂકમાં થઈ રહી છે ઘૂસણખોરી, એફબી કર્મચારી વાંચી શકે તમારો પાસવર્ડ

રિપોર્ટમાં થયો ખુલાસો, કરોડો યૂઝર્સના FB પાસવર્ડ થયા લીક

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ સોશિયલ નેવર્ક સાઈટ ફેસબુકે ફરી પોતાના યૂઝર્સની ગોપનિયતા સાથે રમત કરી છે. ફેસબુકે ગુરુવારે માન્યું કે તેમના લાખો પાસવર્ડ પ્લેન ટેક્સ્ટમાં પોતાના સર્વરમાં રાખ્યા છે. એટલું જ નહિ ફેસબુકના કર્મચારીઓ આ પાસવર્ડ વાંચી પણ શકે છે. એક રિપોર્ટ મુજબ 600 મિલિયન યૂઝર્સનો પાસવર્ડ તેમના 20 હજાર કર્મચારીઓથી વધુ લોકો સામે લીક થઈ ગયો છે. આ રિપોર્ટનો ખુલાસો KrebsonSecurityએ કર્યો છે.

તમારો પાસવર્ડ નથી રહ્યો ગોપનીય

તમારો પાસવર્ડ નથી રહ્યો ગોપનીય

ફેસબુકના એન્જિનિયરિંગ, સિક્ટોરિટી એન્ડ પ્રાઈવેસી વાઈસ પ્રેસિડેન્ટ પેડ્રો કનાહૌતીએ એક બ્લોગ પોસ્ટ કરતા કહ્યું કે ફેસબુકે લાખો યૂઝર્સના પાસવર્ડ પોતાના ઈન્ટરનલ સર્વર પર ટેક્સ્ટની જેમ સિક્યોરિટી સ્લિપ પર સેવ કર્યા હતા, જ્યારે તેને ઈન્ક્રિપ્ટ રાખવાના હતા. ફેસબુકનો કોઈપણ કર્મચારી આ પાસવર્ડ વાંચી શકતો હતો. તેમણે કહ્યું કે અમને આ વાતનું પણ કાંઈ સબુત ન મળ્યું કે પાસવર્ડનો કોઈ કર્મચારીએ દુરુપયોગ કર્યો હોય કે ખોટી રીતે તેમના સુધી પહોંચ્યો હોય.

60 કરોડ યૂઝર્સના એકાઉન્ટમાં ઘૂસણખોરી

60 કરોડ યૂઝર્સના એકાઉન્ટમાં ઘૂસણખોરી

કૈનહોતીએ લખ્યું કે, આ વર્ષની શરૂઆતમાં એક નિયમિત સુરક્ષા સમીક્ષા દરમિયાન આ લીક ઉજાગર કરવામાં આવી હતી. કર્બ્સ સિક્યોરિટીના રિપોર્ટ મુજબ ફેસબુકના સૂત્રો જણાવે છે કે કંપની આ મામલાની તપાસ કરી રહી છે અને હજુ સુધી એ માલુમ નથી પડ્યું કે 200થી 600 મિલિયન યૂઝર્સના પાસવર્ડ પ્લેન ટેક્સ્ટમાં સ્ટોર કરાયા હતા. સૌથી ખતરનાક વાત એ છે કે ફેસબુકના 20 હજારથી વધુ કર્મચારીઓ આ પાસવર્ડ સર્ચ કરી શકતા હતા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અત્યાર સુધીની તપાસમાં જે અકાઉન્ટની જાણકાી મળી છે તે 2012ના છે. ઉપરાંત ફેસબુકે જણાવ્યું કે આ ડેટા લીકથી લગભગ 10 હજાર ઈન્સ્ટાગ્રામ યૂઝર્સ પણ પ્રભાવિત થયા છે.

કેટલા પાસવર્ડ લીક થયા તેનો કોઈ આંકડો નથી

કેટલા પાસવર્ડ લીક થયા તેનો કોઈ આંકડો નથી

સૌથી પહેલા જાન્યુઆરી 2019માં આ મામલાને ઉઠાવવામાં આવ્યો હતો જ્યારે કંપનીએ સિક્યોરિટી એન્જિનિયર, ફેસબુક સોફ્ટવેર એન્જિનિયર સ્કૉટ રેનફ્રોએ KrebsonSecurityને કહ્યું હતું કે આ ખુલાસા બાદ કંપનીએ પોતાના નિવેદનમાં કહ્યું કે તેમણે કેટલાય લાખો ફેસબુક લાઈટ યૂઝર્સ, લાખો ફેસબુક યૂઝર્સ અને હજારો ઈન્સ્ટાગ્રામ યૂઝર્સને નોટિફાઈ કરી દીધા છે. કંપનીએ કહ્યું કે, અમારી પાસે પાસવર્ડ લીક થયા હોવના સટીક આંકડા નથી પરંતુ રિપોર્ટમાં 200 મિલિયનથી 600 મિલિયનની વાત કહેવામાં આવી છે.

ચૂંટણી મોસમમાં નોટબંધી બાદ કેશના સર્ક્યુલેશનમાં જબરદસ્ત વધારો ચૂંટણી મોસમમાં નોટબંધી બાદ કેશના સર્ક્યુલેશનમાં જબરદસ્ત વધારો

English summary
Facebook admits storing millions of passwords without encryption
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X