For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ISIS પાસે પિતાએ માંગી પુત્રની જિંદગીની ભીખ

|
Google Oneindia Gujarati News

અમ્માન, 26 ડિસેમ્બર: આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ (ISIS) દ્વારા સીરિયામાં બંધક બનાવવામાં આવેલ જૉર્ડન વિમાનના પાયલટના પિતાએ આતંકવાદીઓ પાસે પોતાના પુત્રની જિંદગીની ભીખ માંગતા તેની સુરક્ષિત મુક્તિ માટે માર્મિક અપીલ કરી છે. પાયલટ મુતાહ અલ કસાસબેહ (27)ના પિતા સૈફ અલ કસાસબેહે પત્રકારોને આજે જણાવ્યું કે હું નથી સમજતો કે મારા પુત્રને બંધક બનાવવામાં આવ્યો હોય. તે અમારા સીરિયાઇ ઇસ્લામિક સ્ટેટના ભાઇયોના મેહમાન છે. હું ઇશ્વર અને અલ્લાહના નામે તેમને મારા પુત્ર પર દયા કરવાની અપીલ કરું છું. હું તેમનાથી અપીલ કરું છું કે તેઓ મારા પુત્રની સાથે બંધક તરીકે નહીં એક અતિથિ તરીકે વ્યવહાર કરે.

ઉલ્લેખનીય છે કે આઇએસની વિરુદ્ધ અમેરિકા સહિત ઘણા અરબ દેશો પણ સામેલ છે જેમાં જોર્ડન પણ એક છે. આઇએસનો સીરિયા અને ઇરાકના કેટલાક વિસ્તારો પર કબ્જો છે. જોર્ડનના લડાકૂ વિમાન બોમ્બારી દરમિયાન ગઇકાલે દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું હતું. આઇએસે દાવો કર્યો હતો કે તેણે વિમાનને ક્રેસ કરી દીધું હતું અને પાયલટને બંધક બનાવી લીધો છે.

isis
આની વચ્ચે અમેરિકન સેનાનું માનવું છે કે સાક્ષીઓના આધાર પર માલૂમ પડે છે કે આઇએસના આતંકવાદીઓએ સીરિયામાં જોર્ડનના વિમાનને નથી પાડ્યું. અમેરિકન સેનાની સેન્ટ્રલ કમાંડે ગઇકાલે મોડી રાત્રે જારી કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે સાક્ષીઓથી સ્પષ્ટ થાય છે કે આઇએસે વિમાનને પોતાનો નિશાનો નથી બનાવ્યો. આની પહેલા આઇએસે વિમાનને તોડી પાડવાનો દાવો કર્યો હતો.

જોકે સેનાએ જણાવ્યું કે વિમાનના પાયલટને આતંકવાદીઓએ બંધી બનાવી લીધો અને પોતાની સાથે લઇ ગયા. ઉલ્લેખનીય છે કે આઇએસે દાવો કર્યો હતો કે સીરિયાના રક્કા પ્રાંતના તેમના નિયંત્રિત ક્ષેત્રમાં એક લડાકૂ વિમાનને તોડી પાડ્યું અને વિમાનના પાયલટને બંદી બનાવી લીધો.

English summary
Father of Jordanian pilot captured by ISIS pleads for release.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X