રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલા એફબીઆઇએ હિલેરીને આપી મોટી રાહત

Subscribe to Oneindia News

અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીના એક દિવસ પહેલા એફબીઆઇએ હિલેરી ક્લિંટનને મોટી રાહત આપી છે. એફબીઆઇએ કહ્યું છે કે હિલેરીના નવા 1000 ઇમેલની તપાસ કરી લેવામાં આવી છે. તપાસમાં તેમના પર કોઇ પણ પ્રકારનો અપરાધિક કેસ બનતો નથી.

hillary


ઉલ્લેખનીય છે કે અમેરિકામાં 8 નવેમ્બરે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી છે. હાલમાં જ હિલેરીના 1000 નવા ઇમેલ સામે આવ્યા બાદ તેમની છબીને લઇને સવાલો ઉઠાવવામાં આવી રહ્યા હતા. એફ્બીઆઇના નિર્દેશક જેમ્સ કોમીએ રવિવારે અમેરિકી કોંગ્રેસને પત્ર લખીને જણાવ્યુ કે હિલેરીના નવા ઇમેલ્સની તપાસ પૂરી થઇ ગઇ છે. આ ઇમેલ્સ તેમના પૂર્વ પતિ એંથની વીનર અને તેમની આસિસ્ટંટ હુમા આબેદીનને મોકલ્યા હતા. આ ઇમેલ સામે આવ્યા બાદ એ પણ ચર્ચા હતી કે આનાથી હિલેરીની મુશ્કેલીઓ વધી શકે છે પરંતુ ચૂંટણીના એક દિવસ પહેલા એફબીઆઇ તરફથી ક્લીનચીટ મળ્યા બાદ હિલેરીને રાહત મળી છે. અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે 8 નવેમ્બરે મતદાન થશે. અત્યાર સુધીના સર્વેમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને હિલેરી વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી રહી છે.

English summary
FBI Director Comey confirms Hillary Clinton email probe over. FBI not changing stand-no charges against HRC after 9 days of investigation.
Please Wait while comments are loading...