For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકામાં જો બાઇડનની શપથવિધિ અગાઉ હિંસક પ્રદશનોની FBIની ચેતવણી

અમેરિકાની સુરક્ષા સંસ્થા એફબીઆઈના અધિકારીઓએ ચેતવણી આપી છે કે જો બાઇડન રાષ્ટ્રપતિ તરીકે શપથ લે તેના પહેલાં સમગ્ર દેશમાં ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકો દ્વારા હિંસક વિરોધપ્રદર્શન થઈ શકે છે.

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News
કૅપિટલમાં સુરક્ષા વધારે સજ્જડ કરવામાં આવી છે

અમેરિકાની સુરક્ષા સંસ્થા એફબીઆઈના અધિકારીઓએ ચેતવણી આપી છે કે જો બાઇડન રાષ્ટ્રપતિ તરીકે શપથ લે તેના પહેલાં સમગ્ર દેશમાં ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકો દ્વારા હિંસક વિરોધપ્રદર્શન થઈ શકે છે.

અહેવાલ છે 20 જાન્યુઆરીએ જો બાઇડનની શપથવિધિ અગાઉ હથિયારો સાથે લોકોનું જૂથ 50 રાજ્ય કૅપિટલ અને વૉશિંગટન ડીસીમાં ભેગા થવાની યોજના બનાવી રહ્યું છે. શપથવિધિ માટે સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવી છે.

હાઉસ ડૅમોક્રેટ્સઓએ જણાવ્યું કે રાષ્ટ્રપતિ સામે મહાઅભિયોગ ચલાવવા માટે બુધવારે મતદાન કરવામાં આવશે.

વ્હાઇટ હાઉસ

રાષ્ટ્રપતિ ટ્રમ્પ સામે બળવા માટે ઉશકેરણી કરવાનો આરોપ મૂક્તા હાઉસ ડૅમોક્રેટ્સે જણાવ્યું કે જો ઉપ-રાષ્ટ્રપતિ માઇક પેન્સ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને હઠાવવા માટે બંધારણીય સત્તાનો ઉપયોગ નહીં કરે તો મતદાન કરાવવામાં આવશે. જોકે માઈક પેન્સ આવું કંઈક કરશે તેની શક્યતા બહુ ઓછી છે.

કૅપિટલમાં યોજાયેલ એક સમારંભમાં જો બાઇડન અને કમલા હેરિસ શપથ લેવાના છે.

બાઇડનની ટીમે અમેરિકન પ્રજાને અપીલ કરી છે કે કોરોના વાઇરસના સંક્રમણને ધ્યાનમાં રાખીને તેઓ કૅપિટલ આવવાનું ટાળે.

ગયા અઠવાડિયાની હિંસા બાદ સ્થાનિક અધિકારીઓ દ્વારા પણ લોકોને આ અપીલ કરવામાં આવી છે.

સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું કે 6 જાન્યુઆરીના રોજ જે સુરક્ષા ચૂક થઈ તે ફરીથી નહીં થાય.

ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બાઇડન

6 જાન્યુઆરીના રોજ હજારોની સંખ્યામાં ટ્રમ્પના સમર્થકો કૅપિટલ બિલ્ડિંગમાં ઘૂસી ગયા હતા જ્યાં કૉંગ્રેસના સભ્યો ચૂંટણી પરિણામો પ્રમાણિત કરવા માટે મતદાન કરી રહ્યા છે. કૅપિટલ હિંસામાં પાંચ લોકો મૃત્યુ પામ્યા છે.

ટ્રમ્પ દ્વારા સતત પાયાવિહોણા દાવાઓ કરવામાં આવતા કે નવેમ્બર 2019માં યોજાયેલ ચૂંટણીમાં છેતરપિંડી થઈ છે, જેણે તેમના સમર્થકોને કૅપિટલમાં હુમલો કરવા માટે બળ પુરૂં પાડ્યું હતું.

બુધવારની ઘટના બાદ સતત માગણી થઈ રહી છે કે ટ્રમ્પ રાજીનામું આપે અને તેમને રાષ્ટ્રપતિ પદથી હઠાવવામાં આવે અને તેમની સામે મહાઅભિયોગનો ખટલો ચલાવવામાં આવે.


કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર
કોરોના વાઇરસ ફર્નિચર

https://www.youtube.com/watch?v=DaEF9yaNTGc

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
FBI warns of violent protests ahead of Joe Biden's swearing-in
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X