For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે જીનેટીક લિન્ક

By Super
|
Google Oneindia Gujarati News

australia_india
બર્લિન, 16 જાન્યુઆરીઃ અંદાજે ચાર હજાર વર્ષ પહેલાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે જિનેટિક(જનિન તત્વ) લિન્ક હોવાના પુરવા વૈજ્ઞાનિકો દ્વારા શોધવામાં આવ્યા છે. ભારત અને ઓસ્ટ્રેલિયાનો આ સંપર્ક ભારતના યુરોપ સાથેના સંબંધો કરતા પણ જૂનો છે. શોધકર્તાઓએ ઓસ્ટ્રેલિયાના સૌથી જૂના રહેવાસીઓ, ન્યૂ ગિનીના લોકો, દક્ષિણ પૂર્વી એશિયાઇ અને ભારતીયોમાં જીન(જનિન તત્વ) પરિવર્તનનું વિશ્લેષણ કર્યું. આ પરિણામોથી માલુમ પડ્યું કે, આજથી 4230 વર્ષ પહેલાં ભારતથી ઓસ્ટ્રેલિયા તરફ મોટી માત્રામાં જૈવિક પ્રવાહ થયો હતો. આ યુરોપના સંપર્કમાં આવ્યા તે પહેલાની વાત છે.

એવું માનવામાં આવે છે કે ઓસ્ટ્રેલિયા લગભગ 40 હજાર વર્ષ પહેલા પોતાના પ્રારંભિક ઉપનિવેશીકરણ અને 1800ના અંતિમ વર્ષમાં યુરોપીઓ આવવાની વચ્ચે અલગ-થલગ પડી રહ્યું હતું. આ અધ્યયનને જર્મનીના મૈક્સ પ્લાંક ઇન્સ્ટીટ્યૂટ ફોર એવોલ્યૂશનરી એંથ્રોપોલોજીએ કર્યું. સંસ્થાનને ઓસ્ટ્રેલિયા, ન્યૂ હિની અને ફિલીપીનની મામાન્વા જનસંખ્યા વચ્ચે એક સમાન ઉદ્દભવના પુરાવાઓ મળ્યા. આ સમુદાયોની શરૂઆતમાં દક્ષિણ દિશામાં પ્રવાસ માર્ગને અપનાવ્યો હોત જ્યારે અન્ય આબાદી આ ક્ષેત્રમાં થોડાક સમય પછી રહેવા માટે આવી.

આફ્રિકા બહાર કેટલાક આધુનિક માનવોની હાજરીના પુરાતત્વિક પુરાવાઓ ઓસ્ટ્રેલિયામાં જોવા મળ્યા છે. અહીંના જુના સ્થળો આજથી ઓછામાં ઓછા 45 હજાર વર્ષ જૂના હશે. આ સ્થળ ઓસ્ટ્રેલિયામાં આફ્રિકાના અતિરિક્ત સૌથી જુના અને સતત જનસંખ્યા હોવાની પૃષ્ટિ કરે છે. પહેલા એવું માનવામાં આવતું હતું કે સાહુલ-સમગ્ર ઓસ્ટ્રેલિયા-ન્યૂ ગિની ભુભાગ પર લોકોના આવ્યા પછી અને 18મી સદીના અંતમાં યુરોપીઓના આગમન વચ્ચે ઓસ્ટ્રેલિયા વિશ્વથી સંપૂર્ણ અલગ-થલગ થઇ ગયું હતું.

શોધકર્તા ઇરનાપુગાચાએ એક નિવેદનમાં કહ્યું છે કે, આ તિથિ ઓસ્ટ્રેલિયાના પુરાતત્વિક રેકોર્ડમાં ઘણા બદલાવોની તારીખો સાથે મેળ ખાય છે. તેમાં વનસ્પતિ પ્રસંસ્કરણમાં અચાનક આવેલા પરિવર્તન અને પથ્થરના બનેલા ઓજારોની ટેક્નોલોજી અને અવશેષોના રેકોર્ડ રાખવા માટે ડિંગોની મદદ લેવા વગેરે સામેલ છે. તેમણે કહ્યું કે, અમે પણ ભારતથી ઓસ્ટ્રેલિયા તરફ જૈવિક પ્રવાહ પણ આ સમય દરમિયાન જ જોઇ રહ્યાં છીએ, તેથી આ બદલાવ એ પ્રવાસ સાથે જોડાયેલા હોઇ શકે છે.

English summary
Australia was settled by a wave of immigrants from India little more than 4,000 years ago, a genetic study shows.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X