For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગૂગલે નવા એન્ડ્રોઇડ વર્ઝનને 'કિટકેટ' નામ આપ્યું

|
Google Oneindia Gujarati News

ન્યુ યોર્ક, 4 સપ્ટેમ્બર : ગૂગલે નેસ્લે કંપની સાથે એક લાઈસન્સિંગ કરાર કર્યો છે. આ કરાર અંતર્ગત ગૂગલ નેસ્લેની પ્રોડક્ટ 'કિટકેટ'નું નામ પોતાના નવા એન્ડ્રોઈડ વર્ઝનને નામ આપવા માટે ઉપયોગમાં લીધું છે. આ મુજબ ગૂગલે પોતાના નવા એન્ડ્રોઇડ વર્ઝન 4.4ને 'કિટકેટ' નામ આપ્યું છે.

આ અંગેની માહિતી ગૂગલના 'અબાઉટ એન્ડ્રોઈડ' પેજ પર વિઝિટ કરતાં નેસ્લેની કિટ કેટ કેન્ડી જોવા મળે છે. ગૂગલ આ નામનો ઉપયોગ કિટ કેટ નહીં, પણ 'કિટકેટ' તરીકે કરશે. સૂત્રોના જણાવ્યા મુજબ, આ કરારમાં બંને કંપની વચ્ચે પૈસાનો કોઈ સોદો કરાયો નથી. આ માત્ર એકબીજાના પ્રમોશનને લાભકર્તા કરાર હોય એવું લાગે છે. નેસ્લેની કિટ કેટ બાર દુનિયાભરમાં ધૂમ વેચાય છે અને લોકપ્રિય બની છે.

google-kitkat

ગૂગલ એન્ડ્રોઇડનો ઇતિહાસ જોઇએ તો આવું પ્રથમવાર બન્યું નથી. ગૂગલે તેના વિવિધ એન્ડ્રોઇડ વર્ઝન્સને આ અગાઉ પણ ખાણીપીણીની વસ્તુઓના નામ આપ્યા જ છે. આ નામોમાં આઇસક્રીમ સેન્ડવિચ, જિંજરબ્રેડ, જેલીબિનનો સમાવેશ થાય છે.

નોંધનીય છે કે એન્ડ્રોઇડ સોફ્ટવેર વિશ્નની સૌથી મોટી મોબાઇલ ઓપરેટિંગ સિસ્ટમ છે. જેના પર કરોડો ટેબલેટ્સ અને સ્માર્ટફોન ઓપરેટ થાય છે. ટેકનોલોજી જગતના લોકોને આ સમાચારથી આશ્ચર્ય થયું છે કારણ કે અગાઉ ગૂગલ એન્ડ્રોઇડનું આ નવું વર્ઝન ઓક્ટોબર, 2013માં રજૂ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. આ માટે તેનું નામ 'કી લાઇમ પાઇ' રાખવામાં આવશે તેવી ચર્ચા હતી.

English summary
Google gave 'Kitkat' name to its new Android version
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X