For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાપાનમાં ભયંકર તોફાન હેગબિસનો કહેર, અત્યાર સુધીમાં 33 લોકોનાં મોત

જાપાનમાં ભયંકર તોફાન હેગબિસનો કહેર, અત્યાર સુધીમાં 33 લોકોનાં મોત

|
Google Oneindia Gujarati News

ટોક્યોઃ જાપાનમાં ગત 60 વર્ષનું સૌથી ભયંકર તોફાન હિજીબીસ (Hagibis) આવ્યું છે. જેણે અત્યાર સુધીમાં 33 લોકોના ભોગ લીધા છે. જ્યારે લાખોની સંખ્યામાં લોકો તેનાથી પ્રભાવિત થયા છે. લોકોને બચાવવા માટે પ્રશાસને હેલિકોપ્ટર, હોળી અને હજારોની સંખ્યામાં સૈનિકોની તહેનાતી કરી દેવામાં આવી છે. તોફાનને પગલે આવેલ ભીષણ પૂરને કારણે ઠેર-ઠેર લોકો ફસાયા છે.

જબરદસ્ત તોફાન આવ્યું

જબરદસ્ત તોફાન આવ્યું

સ્થાનિક મીડિયા મુજબ જાપાનની 14 નદીઓમાં ભયંકર પૂર આવ્યું છે. બચાવકાર્યમાં તહેનાત હેલિકોપ્ટર પરથી પડી જતાં એક મહિલાનું મોત નિપજ્યું. ટોક્યોના અગ્નિશમન વિભાગનું હેવું છે કે 70 વર્ષની ઉંમરની આ મહિલા જમીનથી 40 મીટરની ઉંચાઈએથી હેલિકોપ્ટરમાંથી નીચે પટકાઈ હતી. મહિલાને લવાસ્કી શહેરથી સુરક્ષિત સ્થાને ખસેડવામાં આવી રહી હતી. આ શહેર પૂરથી ખરાબ રીતે પ્રભાવિત થયું છે.

જાણકારી સટીક નથી

જાણકારી સટીક નથી

અધિારીએ જણાવ્યું કે મહિલાને તરત હોસ્પિટલે લઈ જવામાં આવી હતી, પરંતુ ત્યાં સુધીમાં તેનું મોત થઈ ગયું હતું. મોતનો જે આંકડો દેખાડવામાં આવ્યો છે, તે પણ વધુ સટીક નથી. બની શકે છે કે તોફાનમાં 33થી વધુ લોકોનાં મોત થઈ ગયાં હોય. શનિવારે આવેલ તોફાનથી રાજધાની ટોક્યોના દક્ષિણમાં તોફાન આવી ગયું હતું. જ્યારે મધ્ય અને ઉત્તરી જાપાનમાં ભીષણ વરસાદ અને તેજ હવાઓ જોવા મળી.

27 હજાર સૈનિકોની તહેનાતી

27 હજાર સૈનિકોની તહેનાતી

રાહત અને બચાવ કાર્ય માટે 27 હજાર સૈનિકોની તહેનાતી કરવામાં આવી છે. અહીં તોફાનને પગલે વિમાન, ટ્રેન અને વિજળી જેવી તમામ સુવિધાઓ ખરાબ રીતે પ્રભાવિત થઈ રહી છે. ઘરોમાં ફસાયેલ લાખો લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. ટોક્યોથી વહેતી ટામા નદી પણ સામાન્ય સ્તરથી ઉપર આવી ગઈ છે. લોકોના ઘર અને અન્ય કેટલીય ઈમારતો પાણીમાં ગરકાવ થઈ ગઈ છે.

વર્ષ 1958માં તોફાન આવ્યું હતું

વર્ષ 1958માં તોફાન આવ્યું હતું

જાણકારી મુજબ 3,76,000 ઘરોમાં વીજળી નથી, 14000 ઘરોમાં પીવાના પાણીની કમી થઈ ગઈ છે. અગાઉ આવું તોફાન ટોક્યો ક્ષેત્રમાં વર્ષ 1958માં આવ્યું હતું. જેમાં 1200 લોકોનાં મોત થયાં હતાં. ત્યારે અંદાજિત પાંચ લાખ ઘરો અસરગ્રસ્ત થયાં હતાં. ફિલિપીનોમાં હિજિબીસનો મતલબ ગતિ થાય છે. તોફાને આ દેશના ત્રણ દિવસના વીકેંડને પણ બાધિત કરી દીધા છે, જેમાં સોમવારે ખેલ દિવસ સામેલ છે. સુજુકામાં ફોર્મ્યુલા વન ઑટો રેસ પણ પ્રભાવિત થઈ છે.

મઉઃ સિલિન્ડર બ્લાસ્ટથી બે માળનુ મકાન ધરાશાયી, 7ના મોત, ઘણો લોકો દબાયામઉઃ સિલિન્ડર બ્લાસ્ટથી બે માળનુ મકાન ધરાશાયી, 7ના મોત, ઘણો લોકો દબાયા

English summary
Hagbis: deadliest storm hit japan, 33 died.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X