For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લંડનમાં ચોપર બિલ્ડિંગ સાથે અથડાયું

By Super
|
Google Oneindia Gujarati News

crash
લંડન, 16 જાન્યુઆરીઃ સેન્ટ્રલ લંડનમાં થેમ્સ નદી નજીક એક બિલ્ડિંગ સાઇટ પર આજે સવારે એક ચોપર ક્રેશ થયું હોવાના અહેવાલ છે. માહિતી અનુસાર સવારે આઠ વાગ્યે સેન્ટ્રલ લંડનમાં વેઉક્ષેલ ખાતે બેટરેસા બ્રીજ નજીક આ ઘટના ઘટ્યાની જાણ થતાં તત્કાળ સેવાને જાણ કરવામાં આવી હતી. ચોપર ક્રેન સાથે અથડાયા બાદ આગમાં પરિવર્તિત થઇ ગયું હતું.

એવા સમાચાર પણ છે કે આ ઘટનાનો ભોગ બે કાર પણ બની છે. અન્ડર કન્સ્ટ્રક્શન સેન્ટ જ્યોર્જ વાર્ફ ટાવરમાં આ ચોપર અથડાયું હતું. જેમાં એક પાઇલોટ સવાર હતો. લંડન તત્કાળ સેવાનું જણાવું છે કે તેમને અકસ્માતની જાણ થઇ છે, એ સિવાય વધું કોઇ માહિતી તેમને મળી નથી. આ ઘટનાને નજરે જોનારાએ સ્કાય ન્યૂઝને જણાવ્યું હતું કે, બિલ્ડિંગ નજીક એક મોટું વાદળ હતું અને બની શકે કે તેના કારણે આ દુર્ઘટના સર્જાઇ હોય.

આ દુર્ઘટના જે સ્થળ પર થઇ છે તેની આસપાસ વસ્તીગ્રસ્ત વિસ્તાર છે, જેને બંધ કરવામાં આવ્યો છે અને લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. અન્ય એક નજરે જોનારાએ ડેઇલી મેઇલને જણાવ્યું હતું કે, એક મોટો ધડાકો થયો હતો. તેણે જ્યારે બહાર આવીને જોયું તો ધુમાડાંના ગોટા હતા અને લોકો કેટલાક લોકો આગરહિત જેકેટ પહેરીને ફરી રહ્યાં હતા. અન્ય એકનું કહેવું છે કે, આ અક્સમાત રેલવે લાઇનની નજીક થયો છે.

ઘટના બાદ મેટ્રોપોલિટન પોલીસના પ્રવક્તાએ કહ્યું કે, અમને સવારે આઠ વાગ્યે આ ઘટના અંગેનો ફોન આવ્યો હતો ત્યારથી અમે આ ઘટના સાથે જોડાયેલા છીએ. હજુ સુધી વધુ કોઇ માહિતી મળી નથી.

English summary
Helicopter 'crashes into crane on top of tower and explodes' on South Bank. Reports one person was on board
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X