For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

#BharatKiBaatSabkeSaath : કઠુવા અને સર્જિકલ સ્ટ્રાઇક પર મોદીનો જવાબ

લંડન સ્થિત વેસ્ટમિંસ્ટર સેન્ટ્રલ હોલમાં "ભારતની વાત સૌની સાથે" કરીને એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો.જેમાં કઠુઆ રેપ કેસથી લઇને ગરીબી જેવા અનેક સવાલો પર મોદીએ પ્રતિક્રિયા આપી હતી. જાણો આ અંગે વધુ અહીં.

|
Google Oneindia Gujarati News

ત્રણ દેશોની યાત્રા પર નીકળેલા પીએમ મોદી બુધવારે બ્રિટન પહોંચ્યા હતા. અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લંડન સ્થિત વેસ્ટમિંસ્ટર સેન્ટ્રલ હોલમાં "ભારતની વાત સૌની સાથે" કરીને એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. જેમાં તેમણે ભારતીય સમુદાયના લોકોને સંબોધિત કર્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન પ્રસૂન જોશીએ કર્યું હતું. આ કાર્યક્રમમાં ભારતીય સમુદાયના લોકો મોટી સંખ્યામાં હાજર હતા. અને અહીં તેમણે પીએમને સાથે સવાલ જવાબ કરી ખુલીને પોતાની વાત કરી હતી. આ પ્રસંગે પીએમ મોદીએ કઠુઆ રેપથી લઇને સર્જિકલ સ્ટ્રાઇક, આંતકવાદ અને ભારતના આવનારી કાલ વિષે ટિપ્પણી કરી હતી. ત્યારે પીએમ મોદીના આ કાર્યક્રમના કેટલાક અંશ અહીં જાણો.

કઠુઆ રેપ

કઠુઆ રેપ

પીએમ મોદીએ દેશના જે રીતે બળાત્કારના કિસ્સા વધી રહ્યા છે અને તેમાં પણ ખાસ કરીને કઠુવા રેપ કેસ જેવા મુદ્દા પર આખરે પોતાની પ્રતિક્રિયા આપી હતી. આ મામલે બોલતા પીએમ મોદીએ તેમની લાલકિલ્લા પર આપેલી સ્પીચ યાદ કરતા કહ્યું હતું કે આવા કેસમાં આપણે દિકરીઓ પર જ કેમ સવાલ કરીએ છીએ, દિકરાઓ પર કેસ સવાલ નથી કરતા? દિકરીઓ સાથે આવો અપરાધ કરનાર પણ કોઇનો દિકરો હોય છે. તેવામાં તેમને સવાલ કરવો જોઇએ. આ કેસમાં દોષીઓ ભલે કોઇ પણ વ્યક્તિ કેમ ના હોય. તેના સજા ચોક્કસથી થશે.

સર્જિકલ સ્ટ્રાઇક

સર્જિકલ સ્ટ્રાઇક

2016માં ભારતે પાકિસ્તાન પર કરેલા સર્જિકલ સ્ટ્રાઇક પર બોલતા પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત આતંકવાદનો નિકાસ કરનારને બિલકુલ માફ નહીં કરે અને આવા લોકોને ચોક્કસથી સજા આપશે. મોદીએ આડકતરી રીતે કહ્યું કે કોઇએ આતંકીની ફેક્ટી લગાવી રાખી છે અને કોઇ પાછળથી હુમલા કરવામાં માને છે તે અમને પણ તેનો જવાબ આપતા આવડે છે.

ભારતીય સેનાના વખાણ

ભારતીય સેનાના વખાણ

પીએમ મોદીએ સર્જિકલ સ્ટ્રાઇક સાથે જ ભારતીય સેનાના વખાણ કર્યા. તેમણે કહ્યું કે હજારો વર્ષોથી ભારતનો ઇતિહાસ છે કે તેણે કદી પણ બીજાની જમીન પડાવી લેવાનો પ્રયાસ નથી કર્યો. પહેલા અને બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન આપણે એક ઇંચ જમીન પણ કોઇની નથી લીધી તેમ છતાં આપણાં દોઢ લાખ સૈનિકોએ પોતાના પ્રાણની શહીદી આપી છે. યુએનમાં પણ પીસ કિપિંગમાં સૌથી વધુ સૈનિકો ભારતના છે. ભારતનું ચરિત્ર અજેય રહેનારું, વિજળી રહેનારું છે પણ કોઇનો હક છીણવી લેવો તે ભારતના ચરિત્રમાં જ નથી. તેમણે કહ્યું કે સર્જિકલ હુમલા પછી મેં અધિકારીઓને કહ્યું હતું કે મીડિયાને ખબર પડે તે પહેલા પાકિસ્તાનની સેનાને કહી દો જેથી તે ત્યાં પડેલી લાશો હટાવી દે પણ પાકિસ્તાનના અધિકારીઓ ફોન પર આવતા ડરતા હતા. આખરે જ્યારે 12 વાગે તેમની સાથે ફોન પર વાત થઇ ત્યારે અમે એટલું જ કહ્યું કે આતંકવાદનો નિર્યાત કરનાર માટે સંદેશ છે કે ભારત બદલાઇ ગયું છે.

ગરીબી

ગરીબી

તેમણે ગરીબી પર બોલતા કહ્યું કે ગરીબી નારેબાજી લગાવવાથી દૂર નહીં થાય. મેં નક્કી કર્યું કે હું લોકોના જીવનને બદલીશ આ માટે હું 18 હજાર ગામડાઓમાં વિજળી પહોંચાડીને રહીશ. અને આ અમારી જવાબદારી છે. સાથે જ જ્યારે પ્રસૂન જોશી પુછ્યું કે શું તમને કોઇ વાતને લઇને અધીરાઇ અનુભવાય છે. તો મોદીએ જવાબમાં કહ્યું મને ખબર નહતી કે તમારી અંદર એક કવિ સાથે જ એક પત્રકાર પણ બેઠો છે. તેમણે કહ્યું કે જે લોકોમાં અધિરાઇ નથી હોતી તે લોકો વુદ્ધ સમાન બની જાય છે. અને હું અધીરાપણાને ખરાબ નથી માનતો. હા હું બદલાવને લઇને અધીરો છું.

English summary
Here is what PM Narendra Modi speaks on Kathua case in Londoon webminster
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X