અમેરિકામાં સૌથી વધુ હિંદુ શિક્ષિત, પૈસા કમાવવામાં પણ કોઈનાથી ઓછા નથી: રિપોર્ટ

અમેરિકામાં, હિન્દુ સમુદાયના લોકો સૌથી વધુ ભણેલા ગણેલા છે. પ્યુ સંશોધન અનુસાર હિન્દુ સમુદાયના લોકો અમેરિકામાં રહેતા તમામ ધાર્મિક જૂથોમાં સૌથી વધુ શિક્ષિત છે.

અમેરિકામાં, હિન્દુ સમુદાયના લોકો સૌથી વધુ ભણેલા ગણેલા છે. પ્યુ સંશોધન અનુસાર હિન્દુ સમુદાયના લોકો અમેરિકામાં રહેતા તમામ ધાર્મિક જૂથોમાં સૌથી વધુ શિક્ષિત છે. ગયા મહિને ડિસેમ્બરમાં જારી થયેલી રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે શિક્ષણની બાબતમાં અમેરિકામાં રહેતા હિન્દુઓએ યહૂદી સમુદાય લોકોને પણ પાછળ કરી દીધા છે, કે જે અત્યાર સુધીમાં સૌથી વધુ આગળ હતા. આ રિપોર્ટ અનુસાર કોલેજ ડિગ્રીવાળામાં સૌથી વધુ સંખ્યા હિન્દુઓની છે.

આ પણ વાંચો: જૂતા પર છાપ્યા ગણપતિ, અમેરિકામાં વસેલા હિંદુઓએ કંપનીને માફી માંગવા કહ્યુ

કોલેજ ડીગ્રીવાળા સૌથી વધુ હિન્દૂ

કોલેજ ડીગ્રીવાળા સૌથી વધુ હિન્દૂ

ઉત્તર અમેરિકા, યુરોપ, કેરેબિયન અને સબ-સહારા આફ્રિકાના દેશોથી લઈને જ્યાં પણ હિંદુ બહુમતી હોય ત્યાં હિન્દુ સમુદાયના લોકો સૌથી શિક્ષિત છે. અહેવાલ અનુસાર જો ધર્મના આધારે જોવામાં આવે તો 77 ટકા કોલેજની ડિગ્રીવાળમાં હિંદુઓની સંખ્યા સૌથી વધુ છે. હિન્દુઓ પછી બીજો નંબર યૂનિટેરિયન સમુદાયના લોકોનો આવે છે, જે બીજા સૌથી વધુ શિક્ષિત છે. યહુદીઓ પણ 59 ટકા સાથે બીજા નંબર પર છે. આ ઉપરાંત 43 ટકા નાસ્તિક અને 42 ટકા એગનોસ્ટીક ત્રીજા અને ચોથા સ્થાને છે. 39 ટકા મુસ્લિમો અને 26 ટકા કૅથલિકો પાંચમા અને છઠ્ઠા સ્થાને છે.

આવક સીધી શિક્ષણને પ્રભાવિત કરે છે

આવક સીધી શિક્ષણને પ્રભાવિત કરે છે

આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આનાથી એક વાત સ્પષ્ટ થાય છે કે ધર્મ સિવાય પણ ઘણા પરિબળો છે જે શિક્ષણને પ્રભાવિત કરે છે, જેમાં સામાજીક-આર્થિક સ્થિતિ, સરકારી રિસોર્સ અને માઈગ્રન્ટ પોલિસી શામેલ છે. અહેવાલમાં જણાવાયું છે કે ધર્મ ક્યારેય શિક્ષણને અવરોધશે નહીં. કેમ અમેરિકામાં ધર્મના આધાર પર હિન્દૂ સૌથી વધુ શિક્ષિત છે અને વર્લ્ડવાઇડની સરખામણીમાં હિંદુઓ બીજાની તુલનામાં ઓછા શિક્ષિત છે.

યહૂદીઓ પછી સૌથી વધારે કમાણી કરનારા હિન્દુઓ

યહૂદીઓ પછી સૌથી વધારે કમાણી કરનારા હિન્દુઓ

પીયૂની એક બીજી સ્ટડી પર નજર નાખીએ તો અમેરિકામાં યહૂદીઓ પછી બીજા નંબરે સૌથી વધુ કમાણી કરનાર હિન્દૂઓ છે. આ સાબિત કરે છે કે સારી આવક શિક્ષણને પ્રભાવિત કરે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X