For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

30 વર્ષ બાદ આવી રીતે વિશ્વમાં ઉર્જા સંકટ નહીં રહે

|
Google Oneindia Gujarati News

વિચી, 9 ઓગસ્ટ : દક્ષિણ ફ્રાન્સમાં ન્યુક્લિર ફ્યુઝનની મદદથી મોટા પાયે ઉર્જા ઉત્પન્ન કરવા અંગેના વિસ્તૃત વૈજ્ઞાનિક પ્રયોગ આઇટીઇઆર પોતાની શરૂઆતના મહત્વના તબક્કામાં પહોંચી ગયો છે. વાસ્તવમાં ન્યુક્લિયર ફ્યુઝન એવી પ્રક્રિયા છે જેમાં બે પરમાણુ અત્યંત ઝડપી ગતિથી એકબીજા સાથે અથડાય છે અને એક બીજા સાથે જોડાઇને મોટા પ્રમાણમાં ઉર્જા ઉત્પન્ન કરે છે.

દક્ષિણ ફ્રાન્સના કેડેરેકમાં શરૂ થનારી આ યોજનામાં એક્સપરિમેન્ટલ રિએક્ટરમાં અંદાજે 10 લાખ અવયવ જોડવામાં આવશે. તેમાં પહેલો અવયવ લગાવી દેવામાં આવ્યો છે. આ યોજના અત્યંત ખર્ચાળ છે. તેના કારણે યોજનાના પ્રારંભમાં સતત વિલંબ થઇ રહ્યો છે. હજી આ પ્રયોગનો પ્રારંભ થયો છે. આ યોજના નિર્ધારિત સમય કરતા 2 વર્ષ મોડી ચાલી રહી છે. પરમાણુ રિએક્ટરના અવયવોને લાવવા અને લઇ જવા માટે ભવનના નિર્માણ કાર્યમાં પણ ફેરફાર કરવામાં આવી રહ્યો છે.

આ યોજનાના ડેપ્યુટી ડાયરેક્ટર ડિવિડ કેંપબેલનું કહેવું છે કે અમે કોઇ બાબત છુપાવી રહ્યા નથી પરંતુ તેમાં થઈ રહેલો વિલંબ નિરાશ કરનારો છે. હવે આ યોજના ગતિ પકડી રહી છે. કામ શક્ય તેટલી ઝડપથી શરૂ થાય તે માટે અમે બનતા પ્રયત્નો કરી રહ્યા છીએ. આ યોજના અત્યંત અસરકારક છે અને આવનારા સમયમાં ન્યુક્લિયર ફ્યુઝનથી પ્રાપ્ત થતી ઉર્જાને આપણે જોઇ શકીશું. આ આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ છે, તેમાં અનેક દેશો સામેલ છે જેના કારણે તેની ડિઝાઇનમાં મુશ્કેલી આવી રહી હતી. તેમાં સંયોજનમાં વાર લાગે છે. હવે બધું યોગ્ય રીતે ચાલે છે.

1950માં ન્યુક્લિયર ફ્યુઝનથી ઉર્જા પ્રાપ્તિનો વિચાર જન્મ્યો

1950માં ન્યુક્લિયર ફ્યુઝનથી ઉર્જા પ્રાપ્તિનો વિચાર જન્મ્યો


વિજ્ઞાનીઓને ન્યુક્લિયર ફ્યુઝનમાંથી ઉર્જા પ્રાપ્ત કરવાનો વિચાર 1950માં સૂઝ્યો હતો. સૂર્યનો પ્રકાશ પણ ન્યુક્લિયર ફ્યુઝનથી મળનારી ઉર્જાનું જ પરિણામ છે. આવી રીતે પ્રાપ્ત થતી ઉર્જા સસ્તી, ઓછો રેડિયોએક્ટિવ કચરો ઉત્પન્ન કરનાર અને ગ્રીન હાઉસ ગેસો ઉત્પન્ન નહીં કરનાર હોય છે. આ પ્રક્રિયાથી પ્રાપ્ત અસીમિત ઉર્જાને સાચવવાનું કાર્ય પડકારજનક છે.

ન્યુક્લિયર ફ્યુઝનથી ઉર્જાની પ્રાપ્તિ 30 વર્ષ બાદ

ન્યુક્લિયર ફ્યુઝનથી ઉર્જાની પ્રાપ્તિ 30 વર્ષ બાદ


આ કાર્ય એટલું મુશ્કેલ છે કે ન્યુક્લિયર ફ્યુઝનથી પ્રાપ્ત ઉર્જા મેળવવામાં ઓછામાં ઓછો 30 વર્ષનો સમય લાગે એમ છે. આઇટીઇઆર આ પડકારનો સામનો કરવા માટે તૈયાર થઇ રહ્યું છે. તેની ડિઝાઇન ઓક્સફોર્ડશાયરના કૂલહમના યુરોપીય પાયલટ પ્રોજેક્ટ જેટની પ્રેરણા પર તૈયાર કરવામાં આવ્યો છે. તેમાં અત્યંત ગરમ ગેસોને નિયંત્રિત કરનાર પ્લાઝમાનો સમાવેશ થાય છે. કારણ કે ન્યુક્લિયર ફ્યુઝન પ્રક્રિયા દરમિયાન તાપમાન 20 કરોડ ડીગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે. આ તાપમાન પર પહોંચ્યા બાદ જ ડ્યુટેરિયમ અને ટાઇટિયમના પરમાણુ પરસ્પર જોડાઇને ઉર્જા ઉત્પન્ન કરે છે.

10 ગણી વધારે ઉર્જા પ્રાપ્તિ

10 ગણી વધારે ઉર્જા પ્રાપ્તિ


ન્યુક્લિયર ફ્યુઝનથી 10 ગણી વધારે ઉર્જા પ્રાપ્ત કરી શકાય છે. આ પ્રક્રિયા હાથ ધરવા માટે એક મોટા મેગ્નેગિક ફિલ્ડની જરૂર પડે છે. જે એક રિંગ આકારનું હોય છે. મોટા પ્રમાણમાં ઉષ્મા એકત્ર કરવાનું આ એક માત્ર સાધન છે. આઇટીઇઆરમાં મોટા પાયે ન્યુક્લિયર ફ્યુઝનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. એક અંદાજ મુજબ આ પ્રક્રિયા હાથ ધરવા માટે જેટલી ઉર્જા ખર્ચ કરવામાં આવશે તેનાથી 10 ગણી વધારે ઉર્જા પ્રાપ્ત થશે.

અનેક દેશોનો પ્રયાસ : 13 અબજ ડોલરનો ખર્ચ

અનેક દેશોનો પ્રયાસ : 13 અબજ ડોલરનો ખર્ચ


આ પ્રયોગમાં દુનિયાના અનેક દેશો સહભાગી છે. તેમાં યુરોપીયન યુનિયન ઉપરાંત ચીન, ભારત, જાપાન, રુસ, દક્ષિણ કોરિયા, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાનો સમાવેશ થાય છે. આ ભાગીદારી માત્ર આર્થિક સહયોગના સ્તરે નથી. દરેક દેશ પોતાની ક્ષમતા અનુસાર પ્રયોગમાં યોગદાન આપી રહ્યો છે. એક અંદાજ મુજબ સમગ્ર પ્રોજેક્ટ પાછળ 13 અબજ ડોલરનો ખર્ચ થશે.

ગેસમાંથી બનાવાશે પ્લાઝમા

ગેસમાંથી બનાવાશે પ્લાઝમા


આ પ્રયોગ અંતર્ગત ખાલી ચેમ્બરમાં તાપમાનને 15 કરોડ ડીગ્રી સેલ્સિયસ સુધી પહોંચાડીને ગેસમાંથી પ્લાઝમા બનાવવામાં આવશે. આ તાપમાન સૂર્યના કેન્દ્રના તાપમાન કરતા 10 ગણુ વધારે છે. આ પ્રયોગમાં સામેલ થનારા એક એક હિસ્સાનું વજન 600-600 ટન જેટલું છે.

30 વર્ષમાં સપનું સાકાર થશે?

30 વર્ષમાં સપનું સાકાર થશે?


આ પ્રયોગ માટે ખાસ ઇમારત બનાવવાની શરૂઆત વર્ષ 2007માં કરવામાં આવી હતી. આ પરિસર 90 હેક્ટર વિસ્તારમાં બનવાનું છે. પ્રારંભિક યોજના અનુસાર યોજનાનો પ્રથમ પ્લાઝમા 2005માં બનવાનો હતો. પણ તેમાં થતા વિલંબને પગલે હવે ડેડલાઇન 2020 રાખવામાં આવી છે.

28 મોટા ચુંબકોથી બનાવાશે પ્લાઝમા

28 મોટા ચુંબકોથી બનાવાશે પ્લાઝમા


આ પ્રયોગ માટે જે પ્લાઝમાં તૈયાર કરવા માટે 28 મોટા ચૂંબકોનો ઉપયોગ કરવામાં આવનાર છે. દરેક ચૂંબકને બીજા સાથે અત્યંત બારીકાઇથી જોડવામાં આવી રહ્યા છે. કારણ કે એન નાની ભૂલનું મોટું અને ખતરનાક પરિણામ આવી શકે છે. જેના કારણે અબજો ડોલરના ખર્ચવાળી યોજના પર પાણી ફરી શકે છે.

English summary
How energy crisis solved after 30 years?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X