For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

..તો માનવના પૂર્વજો ક્યારેક ઉંદર કરતા પણ હતા નાના

By Super
|
Google Oneindia Gujarati News

first-human-ancestor
બેઇજિંગ, 7 જૂનઃ વિશ્વમાં માનવના પ્રાચીન ઇતિહાસને લઇને સમયાંતરે વૈજ્ઞાનિક તથ્ય સામે આવતા રહ્યાં છે. એક નવા અધ્યયન અનુસાર વર્ષો પહેલા માનવોના પૂર્વજનો આકાર ઉંદર કરતા પણ નાનો હતો. ચીનના હુબેઇ પ્રાન્તમાં 2003માં મળેલા વિશ્વના સૌથી જૂના કંકાલઅને જીવાસ્મના અધ્યયનથી આ સંકેતો મળ્યા છે કે, માનવોના પૂર્વજોની ઉંચાઇ ઘણી નાની હતી.

જે કંકાલ મળ્યા હતા, તે એક નવા વંશ અને પ્રજાતિના છે, જેને આર્કેબસના નામથી ઓળખવામાં આવે છે. ચીન, અમેરિકા અને ફ્રાન્સના વૈજ્ઞાનિકો તરફથી લખવામાં આવેલા દસ્તવેજમાં આ તથ્યોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે પાષાણ કાળના શરૂઆતી દોરમાં 5.5 કરોડ વર્ષ પહેલા વાનર રહેતા હતા. આ પહેલા જ્ઞાત સ્તનધરી જીવોથી 70 લાખ વર્ષ જૂના છે.

આ ઘણા જ નાના સ્તનધારી જીવોનું શરીર અંદાજે 71 મિલીમીટર લાંબુ અને તેમનું વજન 20થી 30 ગ્રામ વચ્ચે હતું. કંકાલોના અધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે, આ જીવ ઝાડ પર ચઢી શકતા હતા અને ઉછળ કૂદ કરી શકતા હતા. અધ્યયન દળનું નેતૃત્વ કરનારા ચાઇનીઝ એકેડમી ઓફ સાંસેજના ડોક્ટર ની જીજુનનું કહેવું છે કે આ જીવ માનવ પ્રજાતિના સૌથી પ્રાથમિક સદસ્ય હતા.

English summary
Early ancestors of human beings might be 'miniscule monkeys' smaller than rats, an international study has said.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X