આ મિત્રતા સ્વર્ગમાં બની છે કહ્યું નેતન્યાહૂએ, બન્ને દેશોએ કર્યા અનેક કરાર

Posted By:
Subscribe to Oneindia News

ભારત અને ઇઝરાયેલની વચ્ચે બુધવારે મહત્વના 7 કરાર થયા. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઇઝરાયેલના પીએમ બેન્ઝામિન નેતન્યાહૂ તે પછી એક સંયુક્ત પ્રેસકોન્ફર્ન્સ પણ કરી. જેમાં નેતન્યાહૂએ કહ્યું કે ભારત અને ઇઝરાયેલ મળીને ઇતિહાસ બનાવી રહ્યા છીએ. ભારત અને ઇઝરાયેલ સાથે કામ કરવા માટે પ્રતિબદ્ધ છે.નેતન્યાહૂ ભારત અને ઇઝરાયેલ વચ્ચેના સંબંધો અંગે બોલતા કહ્યું કે આ મિત્રતા સ્વર્ગમાં બની છે. તો બીજી તરફ પીએમ મોદીએ ઇઝરાયેલના તેમનું ભવ્ય સ્વાગત કરવા માટે આભાર વ્યક્ત કર્યો. સાથે જ મોદીએ ભારત અને ઇઝરાયેલની મિત્રતાને કહ્યું આઇ ફોર આઇ એટલે કે ઇન્ડિયા ફોર ઇઝરાયેલ અને ઇઝરાયેલ ફોર ઇન્ડિયા.

modi

સાથે પીએમ મોદી આજે રાષ્ટ્રપતિ રિવલિનને પણ મળ્યા હતા. ત્યાંના રાષ્ટ્રપતિએ આ મુલાકાતને યાદગાર યાત્રા ગણાવી હતી. ઉલ્લેખનીય છે કે આજે સાંજે 7:30 વાગે પીએમ મોદી ડેવિડ હોટલમાં ભારતીય સમુદાયના લોકોને મળશે. અને ગુજરાત રાજ્યના હીરાના વેપારીઓને પણ મળશે. સાથે જ વડાપ્રધાન મોદી 26/11 મુંબઇ આંતકી હુમલાના જીવત સાક્ષી બેબી મોશેની સાથે પણ મુલાકાત કરશે. જેને તેમની ભારતીય આયા સાન્ડ્રા સેમ્યુઅલે બચાવ્યો હતો. આ પછી તે પવેલિયન 2માં ભારતીય સમુદાયને સંબોધિત કરશે.

English summary
India and Israel on Wednesday exchanged seven agreements including the ones on cooperation in electric propulsion for small satellites.
Please Wait while comments are loading...