For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વેટિકનમાં પોપની પસંદગીઃ ભારતથી છે સૌથી નાના કાર્ડિનલ

By Super
|
Google Oneindia Gujarati News

vaticancity
વેટિકન સિટી, 13 માર્ચઃ નવા પોપની પસંદગી માટે રોમમાં એકત્ર થયેલા વિશ્વભરના કાર્ડિનલ્સમાં ભારતના કાર્ડિનલ ક્લીમિસ થોટ્ટુનકલ સૌથી નાની ઉમરના કાર્ડિનલ છે. સમાચાર એજન્સી અનુસાર મોરાન મોર બેસિલોસ કાર્ડિનલ ક્લીમિસ કેથોલિકોસના નામથી પણ ઓળખાતા 53 વર્ષીય થોટ્ટુનકલ કેરળની રાજધાની તિરુવનંતપુરમના આર્ચબિશપ છે. વર્ષ 2012માં પૂર્વ પોપ બેનેડિક્ટ સોળમા દ્વારા નિયુક્ત કરવામાં આવેલા છેલ્લા કાર્ડિનલ છે.

કાર્ડિનલ વોલ્ટર કેસ્પર સૌથી વયોવૃદ્ધ કાર્ડિનલ છે, તેમની ઉમર 80 વર્ષ છે. નવા પોપની પસંદગી માટે કાર્ડિનલ્સની ઉપર 72 વર્ષ નિર્ધારિત કરવામાં આવી છે, જ્યારે 80 વર્ષથી વધારે ઉમરવાળા કાર્ડિનલ્સ ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લઇ શકતા નથી. ઇટલીના કાર્ડિનલ એંજેલો સ્કોલા પોપના પદ માટે સૌથી લોકપ્રિય ઉમેદવાર છે.

વેટિકન સિટીમાં આવેલા કેથોલિક ચર્ચ સેન્ટ પીટર્સ બેસેલિકાના કાર્ડિનલ બેનેડિક્ટ 16માના રાજીનામા બાદ નવા પોપનું ચયન કરવા માટે શોધ ચલાવી રહ્યા છે. આ માટેની એક મહા સભા યોજાઇ હતી. જેમાં વિવિધ પ્રદેશોમાંથી આવેલા પાદરીઓ અને ધર્મ ગુરુઓએ તેમાં ભાગ લીધો હતો. આ સભાનું નેતૃત્વ ચર્ચના કાર્ડિનલ એન્જેલો સડાનોએ કર્યું હતું.

આ માટેની પ્રક્રિયા 12 માર્ચ, 2013થી શરૂ કરવામાં આવી છે. દુનિયાભરમાંથી કાર્ડિનલ્સ વેટિકન સિટીમાં આવ્યા છે. આ મહાસભામાં 266મા રોમન કેથોલિક પોપને પસંદ કરવામાં આવશે. આ પ્રક્રિયા શરૂ કરતા પહેલા સિસ્ટિન ચેપલ ખાતે દરેક કાર્ડિનલને ગુપ્તતાના શપથ લેવડાવવામાં આવ્યા હતા. આ ગુપ્તતાના શપથનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ચેપલની બહાર પણ લોકો માટે મોટા ટીવી સ્ક્રીન્સ મૂકવામાં આવ્યા હતા.

English summary
Indian cardinal Cleemis Thottunkal is the youngest cardinal taking part in the conclave to elect a successor to Pope Benedict XVI.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X