For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતના ચંદ્રયાને ચંદ્ર પર શોધી કાઢ્યું પાણી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

વોશિંગ્ટન, 29 ઓગષ્ટ: ચંદ્રમા પર પાણી શોધવામાં ભારતનું ચંદ્રયાન મિશન સફળ રહ્યું છે. ચંદ્રયાનની સાથે મોકલવામાં આવેલા ''મૂન મિનરલોજી મેપર' (એમ3) ઉપકરણે ઐતિહાસિક કામ કર્યું છે. નાસાએ તેની પુષ્ટિ કરી છે.

અમેરિકન અંતરિક્ષ એજન્સી નાસાના અનુસાર આવું પ્રથમવાર થયું છે કે ચંદ્રમાની સપાટીથી ઘણી ઉંડાઇએ પાણી શોધી કાઢ્યું હોય. પાણી શોધવા માટે એમ3ને ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઇસરોએ ચંદ્રયાન-1ની સાથે મોકલ્યું હતું.

પહેલીવાર વર્ષ 2009માં ચંદ્રયાન એમ3એ ચંદ્રમાની સપાટીના વિભિન્ન ખૂણાઓથી સ્પષ્ટ ફોટા મોકલ્યા હતા. આ ફોટા પરથી ચંદ્રમા પર જલ અણુઓની ઉપસ્થિતી નોંધવામાં આવી હતી. જો કે ચંદ્રમા પર ઉપલબ્ધ પાણી મોટા થરના રૂપમાં ઉપલબ્ધ છે.

moon

જૉન હોપકિંગ્સ યૂનિવર્સિટી એપ્લાઇડ ફિઝિક્સ લેબોરેટરી (એપીએલ) સાથે જોડાયેલી વૈજ્ઞાનિક રચેલ ક્લીમાએ કહ્યું હતું કે ''ચંદ્રમાંથી કાઢવામાં આવેલી ખડક સામાન્ય રીતે થરના નીચે હોય છે અને તેના પ્રભાવથી બુલિયાલ્ડસ વિસ્તારનું નિર્માણ થયું.''

તેમને કહ્યું હતું કે '' અમને જાણવા મળ્યું છે કે આ વિસ્તારમાં સારા મોટા પ્રમાણમાં હાઇડ્રાક્સિલ છે જેમાં ઓક્સિજન અને હાઇડ્રોજનના પરમાણુ છે. આ તે વાતનો પુરાવો છે કે આ ખાડામાં ઉપલબ્ધ ખડકની સાથે પાણી (મોટા થર તરીકે) પણ છે.'' બુલિયાલ્ડસ ચંદ્રમા પર એક એવો વિસ્તાર છે જે સૌર હવાઓ માટે વિપરિત પર્યાવરણ પુરી પાડે છે જેના લીધે થરમાં ભારે માત્રામાં પાણી પેદા થાય છે.

નાસાના જણાવ્યા અનુસાર ઘણા વર્ષો સુધી વૈજ્ઞાનિક માનતા રહ્યાં કે ચંદ્ર પરથી મળેલા ખડકો સુકા છે અને અપોલો મિશન દરમિયાન જે પાણીની શોધનો દાવો કરવામાં આવ્યો હતો, તેનો સંબંધો કોઇપણ પ્રકારે પૃથ્વી સાથે રહ્યો હશે. ચંદ્રના સ્તર પર પાણીની હાજરી અંગે જાણવા મળ્યા બાદ આ ધારણા બદલાઇ ગઇ છે.

English summary
Using data collected by India's Chandrayan mission, NASA has detected magmatic water locked under the surface of the Moon.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X