For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઈન્ટરનેટ ધીમુ ચાલતા કેબલમાં આગ લગાવી, સાત વર્ષની સજા થઈ!

ચીની અધિકારીઓએ જણાવ્યું છે કે ધીમા ઈન્ટરનેટ કનેક્શનથી ગુસ્સે થઈને ઈન્ટરનેટ ઉપકરણને આગ લગાડવા બદલ એક વ્યક્તિને સાત વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે.

By Desk
|
Google Oneindia Gujarati News

ચીની અધિકારીઓએ જણાવ્યું છે કે ધીમા ઈન્ટરનેટ કનેક્શનથી ગુસ્સે થઈને ઈન્ટરનેટ ઉપકરણને આગ લગાડવા બદલ એક વ્યક્તિને સાત વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. લાન હુલામણું નામ ધરાવતો આ વ્યક્તિ ગયા વર્ષે જૂનમાં દક્ષિણી ગુઆંગસી પ્રાંતમાં એક ઈન્ટરનેટ કાફેમાં હતો જ્યારે તે નબળી ઈન્ટરનેટ સ્પીડથી નારાજ થયો અને ત્યાંના સાધનોને બાળી નાખ્યા.

Internet

એક સ્થાનિક અદાલતે પોતાના નિવેદનમાં જણાવ્યું કે તે ખરાબ ઈન્ટરનેટથી એટલો નારાજ હતો કે તેણે ઓપ્ટિકલ ફાઈબર નેટવર્ક કેબલ ધરાવતા સાર્વજનિક બોક્સનો નાશ કર્યો હતો. કોર્ટે કહ્યું કે વ્યક્તિએ પેપર નેપકિનને બાળવા માટે લાઇટરનો ઉપયોગ કર્યો અને પછી ટેલિકોમ બોક્સને આગ લગાવી દીધી.

આગને કારણે સાર્વજનિક હોસ્પિટલ સહિત લગભગ 4,000 ઘરો અને ઓફિસોમાં 28 થી 50 કલાક માટે ઇન્ટરનેટ બંધ થઈ ગયું હતું. કોર્ટે કહ્યું કે આ ઘટના બાદ પોલીસે તે વ્યક્તિને ગુનામાં વપરાયેલ લાઇટર સાથે પકડી લીધો. લાનને જાહેર ટેલિકોમ્યુનિકેશન સુવિધાઓને નુકસાન પહોંચાડવા બદલ સાત વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.

ચીનના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વેઇબો પર આ ઘટનાની ખૂબ ચર્ચા થઈ રહી છે. વિબો પરના એક યુઝરે તે માણસની મજાક ઉડાવી અનેે તેને મોટો બાળક પણ કહ્યો.

English summary
Internet fire slows cable, sentenced to seven years!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X