For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બળાત્કાર, હત્યાઓ અને ક્લાઇમેટ ચેન્જ વચ્ચે સંબંધ છે!!!

|
Google Oneindia Gujarati News

કેલિફોર્નિયા, 3 ઓગસ્ટ : સંશોધન પત્રિકા સાયન્સમાં પ્રકાશિત એક સંશોધન અનુસાર વિશ્વમાં હિંસામાં વધારા - ઘટાડા અને ક્લાઇમેટ ચેન્જ એટલે કે જળવાયુ પરિવર્તન વચ્ચે સીધો સંબંધ છે. અમેરિકાના વૈજ્ઞાનિકોએ કરેલા એક સંશોધન પ્રમાણે વરસાદ પડવા કે તાપમાનમાં ઘટાડા જેવા સામાન્ય જળવાયુ પરિવર્તન અને હત્યા, બળાત્કાર અને ઘર્ષણ તેમજ યુદ્ધ જેવી હિંસક ઘટનાઓ વચ્ચે સંબંધ છે.

આ વૈજ્ઞાનિકોના આ દળનું માનવું છે કે વૈશ્વિક તાપમાનમાં બે સેન્ટીગ્રેડનો વધારો થતા વ્યક્તિગત હિંસામાં 15 ટકાનો વધારો, જ્યારે સામુહિક હિંસામાં 50 ટકા સુધીનો વધારો થાય છે. વૈજ્ઞાનિકોના મતે જળવાયુ પરિવર્તનની સ્થિતિને જોતા વિશ્વના દેશ વધુ હિંસક થાય તેવી શક્યતાઓ છે.

કેલિફોર્નિયા યુનિવર્સિટીના બર્કલે કે માર્શલ કહે છે "અમારા નિરીક્ષણ દરમિયાન અમે ઘણા ખંડ અને મહાદ્વીપોનું અધ્યયન કર્યું, અમે જોયું કે જળવાયુ પરિવર્તન અને હિંસા વચ્ચે ખૂબ ઉંડો સંબંધ છે."

climate-change

આ સંશોધન દરમિયાન વૈજ્ઞાનિકોએ સમગ્ર વિશ્વના 100 વર્ષના આંકડાઓનો અભ્યાસ કર્યો છે, અને આ માટે 60થી વધુ રિસર્ચનો આધાર લેવામાં આવ્યો છે. આ રિસર્ચમાં દુષ્કાળ સમયે ભારતમાં ઘરેલું હિંસામાં વધારો, અમેરિકામાં લૂના સમયે લૂંટ, બળાત્કા તેમજ હત્યા જેવી ઘટનાઓમાં વધારો થયાના ઉદાહરણોને ટાંકવામાં આવ્યા છે.

સાયન્સ જર્નલમાં પ્રકાશિત આ રિસર્ચમાં એવા સંકેત પણ અપાયા છે કે, યુરોપમાં થનારા વંશિય હિંસા અને આફ્રિકામાં થનારા ગૃહયુદ્ધને પણ વધતા તાપમાન સાથે આંતરસંબંધ છે. જોકે વૈજ્ઞાનિકો હજુ આ આતંરસંબંધ વચ્ચેના કારણ વિશે જાણી શક્યા નથી. જોકે નેશનલ એકેડમી ઓફ સાયન્સમાં પ્રકાશિત એક પેપરમાં કહેવાયું છે કે, આફ્રિકામાં થયેલા ગૃહયુદ્ધને જળવાયુ પરિવર્તન સાથે કોઈ જ સંબંધ ન હતો. વૈજ્ઞાનિકો હજુ આ મુદ્દે વધુ રિસર્ચ કરવાના મૂડમાં છે.

English summary
Is any relationship between global violence and climate change!!!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X