લાસ વેગાસ હુમલો:ISIS એ સ્વીકારી જવાબદારી, US એ વાત નકારી

Written By:
Subscribe to Oneindia News

અમેરિકાના લાસ વેગાસમાં થયેલ ગોળીબારમાં 58થી વધુ લોકોનુ મૃત્યુ થયુ હતું અને 515 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. એક બંદુકધારકે માંડલે બે રિસોર્ટમાં કેસિનો પર હુમલો થયો હતો. સૂત્રો અનુસાર, એક સંદિગ્ધનું મૃત્યુ થયુ હોવાની વાતની પણ પુષ્ટિ થઇ છે. લાસ વેગાસમાં કંટ્રી મ્યૂઝિક ફેસ્ટિવલ યોજાયો હતો, આ દરમિયાન જ હુમલાખોર ઘુસ્યો હતો અને મશીનગનથી ગોળીબાર કર્યો હતો. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે ટ્વીટ કરી આ હુમલાની નિંદા કરી છે. ટ્રંપે આ હુમલાને દુષ્ટ હરકત ગણાવી છે અને બુધવારે આ વિસ્તારની મુલાકાત લેવાની પણ વાત કહી છે.

las vegas shooting

ન્યૂઝ એજન્સિ રોયટર્સ અનુસાર, અમેરિકાના લાસ વેગાસમાં થયેલ હુમલાની જવાબદારી આઈએસઆઈએસ દ્વારા સ્વીકારવામાં આવી છે. પરંતુ એફબીઆઈ દ્વારા કહેવામાં આવ્યું છે કે, આ હુમલા પાછળ કોઇ આંતકી સંગઠનનો હાથ નથી. લાસ વેગાસમાં 91 મ્યૂઝિક ફેસ્ટિવલ દરમિયાન ગોળીબાર કરનાર હુમલાખોરની ઓળખાણ 64 વર્ષીય સ્ટીફન પૈડૉક તરીકે થઇ છે. અંધાધૂધ ગોળીબાર કરી અનેકોને મોતને ઘાટ ઉતાર્યા બાદ તેણે પોતાને પણ ગોળી મારી દીધી હતી.

las vegas shooting

લાસ વેગાસના મેટ્રોપોલિટન પોલીસ ડિપાર્ટમેન્ટે સ્પષ્ટ કર્યું હતું કે, આ આતંકી હુમલામાં કોઇ ભારતીયના મૃત્યુ કે ઇજાગ્રસ્ત હોવાની ખબર નથી. હુમલાખોર પૈડૉક સાથે એક મહિલા સહયોગી પણ હતી, જેની પોલીસ તપાસ કરી રહી છે. પૈડૉકના ભાઇને પોલીસે ઝડપી પાડ્યો છે અને તેની પૂછપરછ થઇ રહી છે. ઉલ્લેખનીય છે કે, જ્યારે આ ઘટના ઘટી ત્યારે સ્ટેજ પર લોકપ્રિય સિંગર જેસન એલ્ડિયન પરફોર્મ કરી રહ્યા હતા. પર્ફોમન્સ શરૂ થયાને લગભગ એક કલાકની અંદર હોટલના 32મા માળેથી કેસિનોમાં ગોળીબાર થયો હોવાનો અવાજ આવ્યો હતો.

English summary
Las Vega Shooting: ISIS claims responsibility, US denies connection with terrorist group.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.