For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'મેડ ઇન ચાઇના' ટાઇટેનિક પૂરી કરશે 1912ની યાત્રા

By Super
|
Google Oneindia Gujarati News

titanic
બેઇજિંગ, 21 ફેબ્રુઆરીઃ પોતાની દુર્ભાગ્યપૂર્ણ શરૂઆતના કારણે સફર પૂરી નહીં કરી શકનાર ટાઇટેનિકને તેના મુકામ સુધી પહોંચાડવાની જવાબદારી ચીને લીધી છે. ચીન ટાઇટેનિકની પ્રતિકૃતિ બનાવવા જઇ રહ્યું છે. જે એ જ માર્ગ પર ચાલશે જ્યાં દુર્ઘટનાગ્રસ્ત થયેલા ટાઇટેનિક જહાજને જવાનું હતું.

ચીનના નાનાજિંગમાં સ્થિત જિનલિંગ શિપયાર્ડે એક અરબપતિ ઓસ્ટ્રેલિયન વ્યાપારી ક્લાઇવ પાલ્મર સાથે કરાર કર્યો છે, જે હેઠળ બન્ને સાથે મળી ને ઐતિહાસિક ટાઇટેનિકની પ્રતિકૃતિનું નિર્માણ કરશે જે માત્ર એક મોડલ જ નહીં હોય. આ પ્રતિકૃતિ 2018 સુધી તૈયાર થઇ જશે. આ જૂના ટાઇટેનિકની જેમ સમુદ્ર સફરમાં જોડાશે અને તેની અધૂરી યાત્રા પૂરી કરશે.

પ્રખ્યાત હોલિવુડ નિર્દેશક સ્ટીવન સ્પિલવર્ગની ફિલ્મ 'ટાઇટેનિક'ના કારણે વિશ્વને આ દુઃખદ ઘટના અંગેની વિસ્તૃત જાણકારી મળી હતી. એપ્રિલ 1912માં બ્રિટનના સાઉથૈંપટનથી અમેરિકાના ન્યૂયોર્ક શહેર જતી વખતે એટ્લાન્ટિક મહાસાગરમાં એક હિમખંડ સાથે ટકરાયા બાદ ટાઇટેનિક દરિયામાં ડૂબી ગયું હતું. આ ઘટનામાં 200થી વધારે લોકો માર્યા ગયા હતા અને 1500થી વધારે લોકો લાપતા થયા હતા.

ટાઇટેનિકની જેમ બનાવવામાં આવેલા આ આલીશાન જહાજની લંબાઇ 270 મીટર અને ઉંચાઇ 53 મીટર હશે, નવ માળના આ જહાજમાં કુલ 840 રૂમ બનાવવામાં આવશે. જહાજમાં 24000 યાત્રાળુ અને ચાલક દળના 900 સભ્યો એક સાથે સફર કરશે. ટાઇટેનિકની પ્રતિકૃતિની ડિઝાઇન સંપૂર્ણપણે ઓરિજિનલ ટાઇટેનિક જેવી છે. આ ડિઝાઇનને નોર્વેની ડેલ્ટામાર્ટિન કંપની સહિત અન્ય પ્રસિદ્ધ કંપનીઓ બનાવી રહી છે.

શિપયાર્ડના પ્રવક્તા અનુસાર ઉચ્ચ ટેકનિક સાથે જહાજે અત્યાધુનિક જીવન રક્ષક અને સંચાર પ્રણાલી રહેશે.

ચીની શિપયાર્ડના નિદેશક જી બિઆઓ અનુસાર ઓરિજિનલ ટાઇટેનિકના ભવ્ય ઇટિંગ હોલની નકલ બનાવવું ઘણું મુશ્કેલ છે, પરંતુ જિનલિંગે પોતાના 60 વર્ષના ઇતિહાસમાં ઘણા ઉચ્ચ પ્રકારના જહાજોનું નિર્માણ કર્યું છે. ટાઇટેનિકની આ પ્રતિકૃતિના નિર્માણ પહેલા જ શિપયાર્ડને વિશ્વના ખુણે-ખુણેથી પહેલા રજિસ્ટ્રેશન કરાવવા માટે અરજીઓ આવવા લાગી છે. શિપયાર્ડનું કહેવું છે કે ઘણા લોકો તો 2016માં આ જહાજમાં યાત્રા કરવા માટે દસ લાક પાઉન્ડ સુધી આપવા માટે તૈયાર થઇ ગયા છે.

English summary
After copying everything from a paper pin to Paris’ Eiffel Tower, China is set to build a full size exact replica of the doomed ocean liner Titanic, which went down in the Atlantic during its maiden journey from Southampton in UK to New York in 1912.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X