For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ખેલાયો જીવ સટોસટીનો ખેલઃ યુવકે પકડી 7 ફૂટ લાંબી શાર્ક

|
Google Oneindia Gujarati News

વોશિંગટન, 19 જુલાઇઃ શાર્ક, દરિયાના આ ખુંખાર જળચર પ્રાણીનું નામ સાંભળતા જ ભલભલાને પરસેવો છૂટી જાય છે. દરિયામાં ભૂલે ચૂકે પણ આ માછલી સાથે બાથ ભીડવવી ના પડે તેવી દૂઆઓ દરિયામાં વિચરતા માછીમારો અને દરિયાખેડુઓ કરતા હોય છે. જો કે, એક 24 વર્ષિય યુવકે સાત ફૂટની શાર્ક માછલીને હાથોથી પકડીને લોકોને અચંબામાં પાડી દીધા છે.

આ ઘટના અમેરિકાના બીચ નાન્તુકેટ ખાતે બની છે. જ્યાં એક યુવકે સાત ફૂટ લાંબા દરિયાના ખુંખાર જીવ શાર્કને પકડી છે. શાર્કને પકડ્યાં બાદ યુવક ઘણો ખુશ જણાઇ રહ્યો હતો. અને યુવકે એ અંગેની તસવીરો પોતાના ફેસબુક પેજ પર પણ અપલોડ કરી છે.

shark
શાર્કને પકડ્યા બાદ એલ્લિઓટ સુડાલે જણાવ્યું કે, તાપમાનનો પારો ઉપર ચઢી રહ્યો હતો અને દરિયા કિનારે આરમ કરવાનો સમય હતો. એલ્લિઓટે પોતાની સતર્કતા અને બહાદૂરી દર્શાવીને શાર્ક માછલી પોતાના જાળામાં ફસાયા બાદ પાણીની બહાર કાઢી હતી.

આ પકડદાવ લગભગ 45 મીનીટ સુધી ચાલ્યો હતો. એલ્લિઓટે પોતાના હાથમાં રહેલો માછલી પકડવાનો જાળો પોતાના પિતરાઇ ભાઇને આપી દીધો અને પછી તે પાણીમાં જઇને માછલીને પોતાના હાથો વડે જ બહાર કાઢવામા ંલાગી ગયો હતો. પોણા કલાકની લાંબી જહેમત બાદ તે માછલીને પકડવામાં સફળ નીવડ્યો હતો.

English summary
The 24 year old tussled with a shark over the weekend and has since become the most famous man from Nantucket outside a limerick.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X