For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારત પરત ફરવા ઇચ્છૂક હતા મરીન્સઃ ઇટલી

By Super
|
Google Oneindia Gujarati News

Italian marines
રોમ, 29 માર્ચઃ ભાવુકતાથી ભરેલા ઇટલીના રક્ષામંત્રી ગિયામપાઓલો દી પાઓલાએ કહ્યું કે ભારતીય માછીમારોની હત્યાના મામલામાં કેસનો સામનો કરી રહેલા ભારત મોકલાયેલા બન્ને ઇટાલિયન મરીન્સ પોતાની ઇચ્છાથી પરત આવ્યા છે.

બન્ને ભારતીય માછીમારોની હત્યાના આરોપી મરીન્સ મસ્સીમિલાનો લાતોરે અને સલ્વાતોરે ગિરોને, ને મામલાનો સામનો કરવા માટે 22 માર્ચે ભારત મોકલવામાં આવ્યા હતા. ચૂંટણીમાં મતદાન કરવા માટે આવેલા મરીન્સને રોમે ભારત પરત મોકલવાનો ઇન્કાર કરી દીધો હતો, પરંતુ કૂટનીતિક ચર્ચા બાદ ઇટલીએ તેમને પરત મોકલી દીધા.

ભારતે રોમ દ્વારા મરીન્સને પરત નહીં મોકલવાના નિર્ણયને લઇને તેમના રાજદૂતને દેશ છોડવા પર રોક લગાવી દીધી હતી. આ ક્રમમાં ઇટલીના વિદેશમંત્રી જૂલિયો ટૈરજીએ એમ કહેતા રાજીનામું આપી દીધુ કે મરીનને પરત મોકલવાની તેમની વાત પર ધ્યાન આપવામાં આવ્યું નથી.

ઇટલીની સંવાદ સમિતિ એએનએસએના સમાચાર અનુસાર, રક્ષામંત્રી ઇતાલવી વાયુસેનાની 90મી જયંતિ પર નેપલ્સમાં આયોજિત એક સમારોહમાં બોલી રહ્યાં હતા. સમારોહ દરમિયાન બોલતા તેમનું ગળુ ભરાઇ આવ્યું અને આંખોમાં આસું આવી ગયા.

તેમણે મીડિયામાં આવેલા સમાચારોને ખારીજ કરતા મરીન્સ કેસનો સામનો કરવા માટે ભારત પરત જવા નહોતા ઇચ્છતા.

English summary
An emotional Italian Defence Minister Giampaolo Di Paola has said that the two Italian marines who were sent back to India to face trial for the killing of Indian fishermen did so willingly.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X