For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડ્રોનથી મધમાધીની કિડનેપિંગ કરીને થાય છે કરોડોની કમાણી, જાણો કેવી રીતે?

By Desk
|
Google Oneindia Gujarati News

લોકો હીરા-મોતી અને બીજી કિમતી વસ્તુઓની ચોરીના સમાચાર તો તમે ખુબ સાંભળ્યા હશે. જો કે આજે અમે તમને એક એવી વસ્તુની ચોરી વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના વિશે તમે આજ પહેલા ક્યારેય નહીં સાંભળ્યુ હોય.

ખેતરોમાં તૈયાર પાક હોય કે બગીચામાં ઉત્પન્ન થતા ફળોની ચોરી તો લોકો કરતા હોય છે પરંતુ હવે કેટલાક લોકો મધમાધીની ચોરી કરીને કરોડો બનાવી રહ્યા છે. આનાથી મધમાખી પાલન કરનારા લોકોને મોટી મુશ્કેલીઓ ઉભી થઈ છે.

kidnapping bees with drones

આ ઘટના બ્રિટનની છે. અહીં કેટલાક ખેડૂતો મધમાખી પાલન કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. જો કે આ વાત ધ્યાને આવતા ચોરોએ જાસૂસી ડ્રોનથી મધમાખીના મધપુડા અને રાણી મધમાખીની ચોરી શરૂ કરી દીધી.

આ મુદ્દે વાત કરતા સ્થાનિક કિડબ્રુકના ગાય વિલિયમ્સે જણાવ્યું કે, તે લગભગ 20 વર્ષથી મધમાખી પાલન કરી રહ્યા હતા પરંતુ હવે ચોરોના હાથે સપડાયા. આ ચોર ડ્રોનથી મધમાખીની ચોરી કરે છે અને રાણી મધમાખીને પણ લઈ જાય છે. આ ચોરોએ 5 વખત માત્ર રાણી મધમાખીની ચોરી કરી છે.

અહેવાલો અનુુસાર, જો મધમાખીની સારી જાત હોય તો તેના 500 પાઉન્ડ મળે છે. ભારત અનુસાર આ રકમ લગભગ 51 હજાર રૂપિયા થાય. જો તે સારી રાણી મધમાખી પર હાથ અજમાવે તો 2 લાખ રૂપિયા સુધીની રકમ મળી શકે છે.

આ મુદ્દે વિગતો આપતા બ્રિટિશ મધમાખી ઉછેર કરનારા એસોસિએશનના ઇયાન કેમ્પબેલે જણાવ્યું કે, આ ઘટનાઓ સાંભળવામાં સામાન્ય છે પરંતુ ખૂબ જ ચિંતાજનક છે. આના કારણે ખેડૂતોની મહેનત વેડફાઈ રહી છે. આ મધમાખી ઉછેર ઉદ્યોગને ખરાબ અસર કરી શકે છે. યુકેમાં 2011થી લાખો મધમાખીઓની ચોરી થઈ છે પરંતુ પોલીસ કોઈ નક્કર પગલાં નથી લઈ રહી.

અહીં તમને જણાવી દઈએ કે, દરેક કોલોનીમાં એક રાણી મધમાખી હોય છે. તે માત્ર ઇંડા મૂકવાનું કામ કરે છે. તે નર મધમાખીઓ સાથે સંવનન કરે છે અને ચારથી પાંચ વર્ષ સુધી ઈંડાં મૂકવાનું કામ કરે છે.

English summary
Millions are earned by kidnapping bees with drones, know how?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X