For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુમ વિમાન: ભારતીય મૂળનો છે એર એશિયાનો સીઇઓ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી(વિવેક શુક્લા), જોકે હજી સુધી એર એશિયાના ગુમ થયેલા વિમાનની કોઇ ભાળ મેળવી શકાઇ નથી. આખી દુનિયાનું મીડિયા હાલના સમયમાં વિમાનને લગતી તમામ જાણકારી ટોની ફર્નાડીંઝ નામના શખ્સ પાસેથી મેળવી રહ્યા છે. જોકે મીડિયા તેમની પાસેથી જ પૂછપરછ કરે તે લાજમી છે. કારણ કે ફર્નાડીઝ એર એશિયાના સીઇઓ છે. ફર્નાંડીઝ ભારતીય મૂળના મલેશિયાના નાગરિક છે. તેમના પિતા ગોવા મૂળના છે. તેમની માતાનો સંબંધ પુર્તગાલ સાથે રહ્યો છે.

મલેશિયામાં ભારતવંશી
મહત્વપૂર્ણ છે કે આખી દુનિયામાં સર્વાધિક ભારતવંશી મલેશિયામાં જ રહે છે. જેમાંથી મોટાભાગના લોકોના સંબંધ તમિલનાડૂ સાથે રહ્યો છે. જાણકારોનું કહેવું છે કે ફર્નાંડીઝ મલેશિયાના નાગરિક હોવા છતાં ખુદને ઘણા ગર્વથી ભારત મૂળના બતાવે છે.

air asia
પહેલી પેઢીના ઉદ્યમી
ટોની ફર્નાંડીઝ પહેલી પેઢીના ઉદ્યમી છે. તેમણે મલેશિયામાં એર એશિયામાં એક એરલાઇન શરૂ કરી જેથી દરેક વ્યક્તિ વિમાનથી યાત્રા કરી શકે. ફર્નાંડીઝને મલેશિયાના મોટા મોટા નેતાઓના નજીકના માનવામાં આવે છે.

ટોની ફર્નાંડીઝને ફોર્બ્સ એશિયાએ ફેબ્રુઆરીમાં 650 મિલિયન ડોલરના વ્યક્તિ ગણાવ્યા હતા. તેમને મલેશિયાના 28માં સૌથી ધનીક વ્યક્તિની શ્રેણીમાં રાખવામાં આવે છે. તેમણે વર્જિન અટલાંટિકમાં પણ કામ કર્યું છે.

English summary
Missing plane CEO is of Indian origin. His name is Tony Fernandes.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X