For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પોતાના નેતાઓ કરતા વધારે અમેરિકા મોદી-ઘેલુ

|
Google Oneindia Gujarati News

modi
ન્યૂયોર્ક, 3 ઓક્ટોબર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રશંસક માત્ર ભારત સુધી સીમિત નથી પરંતુ તેઓ અમેરિકામાં પણ ખાસ લોકપ્રિય છે. અમેરિકન કોંગ્રેસના મોટાભાગના સભ્યો, ગવર્નર્સ અથવા અન્ય નેતાઓના મુકાબલે તેમના ફેસબુક પ્રશંસકોની સંખ્યા ઘણી વધારે છે.

ન્યૂયોર્ક ટાઇમ્સે સોશિયલ મીડિયા એકાઉંટનો રેકોર્ડ રાખનાર સાઇટ સોશિયલબેકર્સનો હવાલો આપતા જણાવ્યું કે બુધવારે મોદીના અમેરિકન ફેસબુક પ્રશંસકોની સંખ્યા 1,70,529 હતી જે અમેરિકાના 21 નેતાઓ અને અધિકારીઓને છોડીને બાકીથી ઘણી વધારે હતી. દૈનિકે મોદીના મોટી સંખ્યામાં ફેસબુક પ્રશંસક હોવાના કારણમાં હાલમાં લોકસભા ચૂંટણીમાં મોટી સંખ્યામાં મોદી દ્વારા પોતાના ચૂંટણી પ્રચારમાં સોશીયલ મીડિયાનો ઉપયોગ કરવાને બતાવ્યો છે.

આ વાતને પણ રેખાંકિત કરવામાં આવ્યો છે કે તેઓ સોશિયલ મીડિયાને પોતાની સંવાદ નીતિનો મહત્વપૂર્ણ ભાગ બનાવીને ચાલી રહ્યા છે. જોકે ઘણા એવા અમેરિકન નેતા છે જેમની દેશની બહાર પણ સોશિયલ મીડિયા પર સારી એવી હાજરી છે.

રાષ્ટ્રપતિ બરાક ઓબામાના અમેરિકાથી બહાર ફેસબુક પ્રશંસકોની સંખ્યા 3.78 કરોડ છે જ્યારે દેશની અંદર આ સંખ્યા 1.51 કરોડ છે અને તે આ સૂચીમાં ટોપ પર છે.

English summary
PM Narendra Modi is very famous on Facebook than American leaders.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X