For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બારૂદી સુરંગો સાથે બાથ ભીડતા 'બહાદૂર' ઉંદરો

By Super
|
Google Oneindia Gujarati News

Mine-Detection-Rats
લંડન, 26 ફેબ્રુઆરીઃ ભારતના નક્સલ પ્રભાવિત વિસ્તારો સહિત વિશ્વભરમાં અશાંત સ્થળો તરીકે ઓળખાતા વિસ્તારોમાં બારૂદી સુરંગોનો ઉપયોગ સામાન્ય વાત બની ગઇ છે. સરકારી એજન્સીઓ માટે આ બારૂદી સુરંગોનો નિવેડો લાવવો મોટો માથાનો દુઃખાવો બની ગયો છે, પરંતુ કેટલાક 'બહાદૂર' ઉંદર આ બારૂદી સુરંગોની ઓળખ કરવામા અને તેનો નિવેડો લાવવામાં માનવીઓને મદદ કરી રહ્યાં છે. બેલ્જિયમની એક ગૈર સરકારી સંગઠન એપોપોએ આ ઉંદરનો પહેલીવાર ઉપયોગ કર્યો અને તેનું નામ આપ્યું છે, 'હીરો માઇસ.'

આ બહાદૂર ઉંદરોને પહેલીવાર મોજમ્બીકના એક બારૂદી સુરંગવાળા મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા, ત્યારે ત્યાં હાજર સરકારી અધિકારીઓને આ પ્રયોગ અંગે શંકા હતી, મોજમ્મબીકમાં બારૂદી સુરંગો હટાવનારી સરકારી એજન્સીના નિદેશક અલબર્ટો અગસ્તોએ તો આ અંગે ઘણી મજાક પણ કરી હતી. અલબર્ટોએ કહ્યું હતું, ' મોજમ્મબીકમાં અમે ઉંદર ખાઇએ છીએ, તેમને અહીં બારૂદી સુરંગો વચ્ચે કામ કરતા જોઇને અચરજભર્યો અનુભવ થાય છે. અમે તેમને પકાવીને ખાવાનું વિચારી રહ્યાં હતા.'

ન્યૂયોર્કની ગટરોમાં રહેતા ઉંદરો કરતા મોટા આકારવાળા આ બહાદૂર પોતના માલિકોને બારૂદી સુરંગોની ઓળખ કરી બતાવે છે. પછી સરુક્ષાકર્મીઓ તેને હટાવવામાં લાગી જાય છે. અગસ્તો આ બહાદૂર ઉંદરોથી ઘણા પ્રભાવિત છે, તેઓ કહે છે, કે આ કોઇ સામાન્ય ઉંદર નથી, આ ઘણા જ ખાસ છે. આ બહાદૂર ઉંદરોને આધિકારિક રીતે 'માઇન ડિટેક્શન રેટ્સ' નામ આપવામાં આવ્યું છે.

ગેર સરકારી સંગઠન અપોપોએ આ બહાદૂર ઉંદરોને પ્રશિક્ષણ આપ્યું છે. અપોપો બારૂદી સુરંગોને હટાવવા માટે નવી ટેક્નિકોના વિકાસ પર કામ કરે છે. બારૂદી સુરંગોની ગણના વિશ્વના સૌથી ખતરનાક હથિયારોમાં થાય છે અને ખાસ કરીને એ દેશોમાં જ્યાં અશાંતિનો ઇતિહાસ રહ્યો હોય. યુદ્ધના આ હથિયાર દશકો સુધી જમીન અંદર દબાયેલા રહે છે અને સમયની સાથે તેની મારક ક્ષમતાને કોઇ અસર થતી નથી.

રેડ ક્રોસની એક સમિતિના અહેવાલ અનુસાર વિશ્વભરમાં દર મહિને 800 લોકો માર્યા જાય છે અને 1200 લોકો અપંગ થઇ જાય છે. તેમાં સૌથી વધારે મહિલા, બાળકો અને વૃદ્ધો હોય છે.

English summary
The genetically modified mouse is five hundred times more sensitive to the smell of explosive than a normal mouse.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X