For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હૃદયરોગનું રહસ્ય દૂર કર્યુ એક મમીએ

By Super
|
Google Oneindia Gujarati News

Mummy
શિકાગો, 11 માર્ચઃ પ્રાચીનકાળના મમીઓ પર શોધ કરી રહેલા વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે હૃદયરોગની સમસ્યા માટે સિગરેટ સેવન અને વધારે ચરબીવાળુ ભોજન કારણભૂત નથી, પરંતુ તેના માટે વધતી ઉમર જવાબદાર છે.

દક્ષિણ કેલિફોર્નિયા વિશ્વવિદ્યાલયના પ્રોફેસર કેલેબ કિંચે રવિવારે પોતાની શોધના નિર્ણય અમેરિકન હૃદયરોગ મહાવિદ્યાલયની બેઠકમાં રજૂ કરવામાં આવ્યા. તેમણે કહ્યું કે, હૃદયરોગ કોઇ નવી સમસ્યા નથી અને પ્રાચીન સમયથી માનવ સમાજ સાથે જકડાયેલ છે. અમારા મતે તેના માટે વધતી ઉમર જવાબદાર છે.

અત્યારસુધી એવુ માનવામાં આવી રહ્યું હતું કે ઘુમ્રપાન, મોટાપો અને જીનવશૈલીમાં આવી રહેલા બદલાવ 'એથેરોક્લેરોસિસ' નામક વિકાર માટે જવાબદાર છે જેના કારણે ઘમનીઓ કડક થઇ જાય છે અને હૃદયરોગનો ખતરો વધી રહ્યો છે.

શોધકર્તાઓએ આ શોધ માટે ચાર હજાર વર્ષ જૂના 137 મમીઓનું અધ્યયન કર્યું, જેમણે વિશ્વના ચાર અલગ-અલગ હિસ્સાઓમાંથી લાવવામાં આવ્યા હતા. પ્રાચીન પેરુ, પ્રાચીન મિશ્ર, અમેરિકામાં કોલેરાજો નદીની આસપાસ અને અલાસ્કા અને સાઇબેરિયાથી લાવવામાં આવેલા મમીઓના સીટી સ્કેન કરીને તેમની આંતરિક શારીરિક સંરચનાને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

તેમાંથી 40 વર્ષથી વધારે ઉમરના 34 ટકા મમીઓમાં હૃદયરોગની બીમારી ઉભી કરનારા આ પ્રારંભીક લક્ષણો જોવા મળ્યા. નોંધનીય છે કે ઇજીપ્તના મમીઓમાં આ પહેલાં પણ આ પ્રકારના લક્ષણો જોવા મળ્યા હતા, પરંતુ સૌથી પહેલા શોધકર્તાઓનું માનવું હતું કે ઇજીપ્ત સભ્રાંત વર્ગના લોકોના મૃતદેહોનું મમીકરણ કરવાની પ્રક્રિયા ચલણમાં હતી, ત્યારે લોહી ધમનીઓ કડક થઇ જવાનું કારણ તેમનો ચરબીયુક્ત આહર હતો. જો કે, આ નવી શોધમાં માત્ર ઇજીપ્તથી જ નહીં પરંતુ વિશ્વના બીજા ભુભાગોમાં રહેલા મમીઓને પણ સામેલ કરવામાં આવ્યા.

English summary
Heart disease isn’t just an ailment of eating modern day processed food and lack of activity, according to a study of mummies from four different cultures.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X