For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુશર્રફ પર હુમલાના આરોપીની ફાંસીની સજા રદ

|
Google Oneindia Gujarati News

ઇસ્લામાબાદ, 6 માર્ચઃ પાકિસ્તાનના પૂર્વ સૈનિક તાનાશાહ પરવેઝ મુશર્રફ પર ફિયાદીન હુમલાના આરોપમાં સૈન્ય અદાલત દ્વારા બે નાગરીકોને સંભળાવવામાં આવેલી ફાંસીની સજાને પાકિસ્તાનની સર્વોચ્ચ અદાલતે બુધવારે રદ કરી દીધી છે. રાવલપિંડીમાં ડિસેમ્બર 2003માં મુશર્રફના કાફિલા પર બે વાર હુમલો કરવામાં આવ્યો, પરંતુ તે બચી ગયા હતા. આ હુમલામાં ઘણા નાગરીક અને પોલીસકર્મીઓ માર્યા ગયા હતા. સિન્હુઆ અનુસાર, ઘણા સૈનિકો અને નાગરીકોને એ હુમલાઓમાં કથિત ભૂમિકાના આરોપસર ધરપકડ કરવામાં આવી અને સજા ફટકારવામાં આવી.

pervez-musharraf
સૈન્ય અદાલતે રામા નવીદ નામના એક વ્યક્તિને આજીવન કેદ અને અમીર સોહેલ નામના એક બીજા નાગરીકને 20 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. સેનાની અપીલીય અદાલતે જુલાઇ 2005માં આજીવન કેદની સજાને ફાંસીની સજામાં તબ્દિલ કરવામાં આવી.

બન્ને નાગરીકોએ આ નિર્ણયને સર્વોચ્ચ ન્યાયાલયમાં પડકાર્યો. મુખ્ય ન્યાયાદીશ ઇફ્તિખાર મોહમ્મદ ચૌધરીની અધ્યક્ષતાવાળી ત્રણ સભ્યોની પીઠે પૂર્વની સુનાવણીમાં કહ્યું હતું કે સૈન્ય અપીલીય અદાલતે દોષી ઠેરવેલા લોકોને સૂચિત કર્યા વગર નિર્ણય કર્યો.

સૈન્ય અદાલતનું આ પગલું કાયદાની માન્ય પ્રક્રિયા અનુસાર નહોતું. અદાલતે 1 માર્ચ નિર્ણય સુરક્ષિત કરી નાંખ્યો હતો જેને બુધવારે સંભળાવવામા આવ્યો હતો. સર્વોચ્ચ અદાલતે પૂર્વની સુનાવણીમાં જે રીતે સૈન્ય અધિકારીઓની સજા વધારી હતી તેના પર આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. નોંધનીય છે કે પરવેઝ મુશર્રફ પર ફિયાદીન હુમલામાં ઘણી સામાન્ય જનતા અને સેન્યના સિપાહીઓ માર્યા ગયા હતા.

English summary
Pakistan's court overturned an army court's death penalty handed to two civilians for a suicide attack on the country's former military president Pervez Musharraf.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X