For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી અને ઓબામાએ લખ્યો પહેલો સંયુક્ત તંત્રીલેખ

|
Google Oneindia Gujarati News

વોશિંગ્ટન, 30 સપ્ટેમ્બર: ભલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ બરાક ઓબામાની સાથે ડિનર કરી ના શક્યા હોય, પરંતુ બંનેએ એક પ્રતિષ્ઠિત અખબાર માટે સંયુક્તરીતે તંત્રી લેખ લખ્યો છે. પોત-પોતાના ચૂંટણી અભિયાન દરમિયાન ટેકનોલોજીનો ઉપયોગ કર્યા બાદ ઓબામા અને મોદીએ આ સંયુક્ત તંત્રીલેખ લખવા માટે પહેલીવાર એકબીજા સાથે ડિજિટલ મીડિયમથી વાતચીત કરી.

2 કલાકની અનૌપચારિક મુલાકાત બાદ બંને પક્ષોએ એક વિઝન સ્ટેટમેંટ પસાર કર્યું, જેનું ટાઇટલ હતું- 'ચલો સાથે સાથે...' ત્યારબાદ વિદેશ મંત્રાલયના પ્રવક્તા સૈયદ અકબરુદ્દીને જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ ઓબામાએ એક સંયુક્ત તંત્રી લેખ લખ્યો છે. આ એડિટોરિયલ અમેરિકન અખબાર વોશિંગ્ટન પોસ્ટના ઓપ એડ પેજ પર છપાયું છે.

modi obama
જ્યારે પ્રવક્તાને પૂછવામાં આવ્યું કે બંને નેતાઓ જોઇંટ એડિટોરિયલ માટે કયા પ્રકારે તાલમેલ બેસાડ્યો, તેમણે જણાવ્યું, 'વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ ઓબામા ડિજિટલ સ્ટેટજીના ખૂબ જ મોટા હિમાયતી છે. માટે તેમના માટે ડિજિટલ મીડિયમથી સંવાદ કરવો ખૂબ જ સરળ હતું.' જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે જો બંને નેતા ડિજિટલી એટલા એક્ટિવ હતા, તો તેમની વચ્ચે આની પહેલા વિચારોનું આદાન-પ્રદાન શા માટે ના થયું, તેમણે જણાવ્યું કે રાહ જુઓ અને જોતા જાવ.

આ તંત્રીલેખને વડાપ્રધાન દ્વારા અહીં પહોંચવા પર જ અંતિમ રૂપ આપવામાં આવ્યું. અકબરૂદ્દીને એ પણ જણાવ્યું કે પહેલીવાર કોઇ ભારતીય નેતા સંયુક્ત તંત્રીલેખ લખવાની દિશામાં આગળ વધ્યું છે. વડાપ્રધાને અમેરિકા આવ્યા પહેલા વૉલ સ્ટ્રીટ જર્નલમાં એક આર્ટિકલ લખ્યો હતો. તેઓ મેમાં સત્તા સંભાળ્યા બાદ પહેલીવાર અમેરિકા યાત્રા પર આવ્યા છે.

English summary
After using technology successfully in their respective election campaigns, US President Barack Obama and Prime Minister Narendra Modi have for the first time interacted digitally to come out with a joint editorial.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X