For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નરેન્દ્ર મોદી પહોંચ્યા આયરલેન્ડ, આયરલેન્ડ થયું ભવ્ય સ્વાગત

|
Google Oneindia Gujarati News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉતર્યા આયરલેન્ડની ધરતી પર. આયરલેન્ડની રાજધાની ડબલિનમાં મોદીનું સ્વાગત કરવા પહોંચ્યા આયરલેન્ડના સ્વાસ્થય મંત્રી લીઓ વર્ડાકાર. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અહીં ગેલિક રીતે પરંપરાગત સ્વાગત કરવામાં આવ્યું. નોંધનીય છે કે 60 વર્ષ બાદ ભારતના કોઇ વડાપ્રધાન આયરલેન્ડની મુલાકાત લીધી છે.

ત્યારે ભારતીય સમય મુજબ નરેન્દ્ર મોદી બપોરે 3:40 વાગ્યા જેવા આયરલેન્ડના ડબલિન પહોંચ્યા હતા. નોંધનીય છે કે તે આયરલેન્ડમાં ખાલી 5 થી 6 કલાક જેવા રોકાશે. જે દરમિયાન તે અહીંના વડાપ્રધાન એન્ડા કેની અને અન્ય રાજકીય નેતાને મળશે. ભારતીય સમય મુજબ સાંજે 7:30 વાગે તે ભારતીય સમુદાયને સંબોધિત કરી તે બાદ ન્યૂયોર્ક જવા નીકળશે.

ત્યારે મોદીએ તેમના સોશ્યલ મીડિયા પર આ અંગે શું લખ્યું છે અને તેમની આયરલેન્ડની તસવીરો જુઓ નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

મોદી પહોંચ્યા ડબલિન

મોદી પહોંચ્યા ડબલિન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એમની આયરલેન્ડ અમેરિકાની વિદેશ યાત્રાના પ્રથમ ચરણરૂપે આયરલેન્ડના શહેર ડબલિન પહોંચ્યા. જ્યાં તેમનું સ્વાગત આયરલેન્ડના સ્વાસ્થય પ્રધાને કર્યું.

60 વર્ષ બાદ

60 વર્ષ બાદ

પીઓમઓના મીડિયા પ્રવક્તા વિકાસ સ્વરૂપે ટ્વિટ કરીને જણાવ્યું કે 59 વર્ષોમાં પહેલી વાર કોઇ ભારતીય વડાપ્રધાને આયરલેન્ડની મુલાકાત લીધી છે.

મોદી પણ કર્યું ટ્વિટ

મોદી પણ કર્યું ટ્વિટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વિટ કરીને જણાવ્યું કે તેમનો આ પ્રવાસ બન્ને દેશોના સંબંધોને મજબૂત કરશે.

મોદીનો કાર્યક્રમ

મોદીનો કાર્યક્રમ

નોંધનીય છે કે મોદી અહીં 5 થી 6 કલાક જ રોકાશે. જેમાં તે અહીંના વડાપ્રધાન એન્ડા કેની મળશે અને અહીંના ભારતીય સમુદાયને પણ સંબોધિત કરશે. જે બાદ તે ન્યૂયોર્ક જવા રવાના થશે.

મોદીની એક ઝલક મેળવવા આયરલેન્ડ લાગી લાઇનો

મોદીની એક ઝલક મેળવવા આયરલેન્ડ લાગી લાઇનો

નોંધનીય છે કે હાલ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આયરલેન્ડની મુલાકાતે છે. ત્યારે મોદીના સ્વાગત માટે તેમની હોટલની બહાર ભારતીય સમુદાયના લોકો લાઇનો લગાવીને ઊભા રહી ગયા હતા. બધાને મોદીની એક ઝલક જોવી હતી.

English summary
PM Modi arrives in Dublin, first visit by an Indian PM in 59 years.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X