For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બુધ પર બરફ મળ્યાનો નાસાનો દાવો

By Super
|
Google Oneindia Gujarati News

mercurycraters
વોશિંગટન, 1 ડિસેમ્બર: અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસાના વૈજ્ઞાનિકોએ બુધ ગ્રહના ધ્રુવની નજીકના ક્રેટરમાં બરફ અને અન્ય વાષ્પશીલ પદાર્થ મળ્યો હોવાનો દાવો કર્યો છે. સમાચાર એજન્સી સિન્હુઆના અહેવાલ અનુસાર આ નવી જાણકારી નાસાના 'મરક્યુરી સરફેસ', 'સ્પેસ એનવાયરમેન્ટ', જિયોકેમિસ્ટ્રી' અને 'રેન્જિંગ' અંતરિક્ષ યાન દ્વારા મળી છે. 2011માં બુધની કક્ષામાં પહોંચ્યા બાદ આ યાન તેનું અધ્યયન કરી અભૂતપૂર્વ જાણકારી આપી રહ્યો છે.

વૈજ્ઞાનિક પહેલીવાર સ્પષ્ટ રીતે આ વાતનું અધ્યયન કરી રહ્યાં છે કે પૃથ્વી સહિત સૌર મંડળના ગ્રહ કેવા પ્રકારના જળ અને જીવનની સંભાવનાઓવાળા રસાયણ મેળવી રહ્યાં છે.

આ શોધ પર આધારિત લેખમાં એક લેખક અને હોપકિન્સ યૂનિવર્સિટીના વૈજ્ઞાનિક ડેવિડ લોરેન્સે કહ્યું, ' નવા આંકડાઓ બુધના ધુવ્રીય વિસ્તારમાં બરફ હોવાનો સંકેત આપી રહ્યાં છે, જો બરફને વોશિંગટન ડી.સી.ના ક્ષેત્રફળ બરાબર ફેલાવવામા આવે તો તે તેનાથી બે માઇલ કરતા પણ વધારે મોટો હશે. બુધની કક્ષામાં મોકલવામાં આવેલું પહેલું અંતરિક્ષયાન 'મેસેન્જર' હતું, જેને ત્રણ ઓગષ્ટ 2004માં સ્થાપિત કરવામાં આવ્યું હતું.

English summary
NASA spacecraft has confirmed the presence of abundant 'icy' water along with other frozen volatile materials within 'burning hot' Mercury's permanently shadowed polar craters.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X