For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નવાઝ શરીફનું ત્રીજીવાર પાકિસ્તાનના પ્રધાનમંત્રી બનવું પાક્કું!

|
Google Oneindia Gujarati News

nawaz sharif
ઇસ્લામાબાદ/લાહૌર, 12 મે : પાકિસ્તાનની સામાન્ય ચૂંટણીનું આજે પારિણામ આવી રહ્યું છે જેમાં પાકિસ્તાન મુસ્લીમ લીગ-નવાઝ(PML-N)એ સારી એવી બેઠકો પર પોતાની જીત નોંધાવી અન્ય પાર્ટીઓ કરતા આગળ ચાલી રહી છે. પાર્ટીના પ્રમુખ શરીફનું ત્રીજીવાર દેશના પ્રધાનમંત્રી બનવું હવે પાક્કું થઇ ગયું છે.

નેશનલ એસેમ્બલીની 272 બેઠકમાંથી 266 બેઠકોના પરિણામ આવી રહ્યા છે તેના અનુસાર પીએમએલ-એન 129થી વધારે બેઠકો પર વિજય નોંધાવી શકે છે. જ્યારે પાકિસ્તાન પીપલ્સ પાર્ટી અને ઇમરાન ખાનની તહરીક-એ-ઇન્સાફ પાર્ટીને 37 બેઠકો પર આગળ ચાલી રહી છે, જ્યારે પીપીપી 35 બેઠકો પર બઢત બનાવેલી છે અને 73 બેઠકો અન્ય પાર્ટીઓ અને અપક્ષોના ફાળે જાય છે.

લાહૌર સ્થિત પોતાના રહેઠાણ સ્થાનેથી ઉત્સાહિત સમર્થકોને સંબોધિત કરતા શરીફે પીએમએલ-એનની જીતનું એલાન કર્યું અને લોકોને અંતિમ પરિણામ માટે દુઆ માંગવા જણાવ્યું. અંતિમ પરિણામ આવતીકાલે જાહેર થવાની શક્યતા છે. શરીફે કહ્યું કે આખરી પરિણામ તેમની પાર્ટી માટે 'સ્પષ્ટ બહુમત' લઇને આવશે જેથી તેમણે એક નબળા ગઠબંધનનું નેતૃત્વ ના કરવું પડે.

પૂર્વ પ્રધાનમંત્રીએ જણાવ્યું કે 'પરિણામો હજી પણ આવી રહ્યા છે અને એક વાત નક્કી થઇ ગઇ છે કે, અને તે એ કે પીએમએલ-એન ચૂંટણીમાં સૌથી મોટી પાર્ટી તરીકે સામે આવી છે.' તેમણે જણાવ્યું કે 'હું આપને સવારે આવનાર પરિણામો માટે દુઆ કરવા વિનંતી કરું છું. સવારે પરિણામો કહેશે કે પીએમએલ-નવાઝ કોઇ બાહરી સમર્થન વગર સરકાર બનાવી શકે છે જેથી પીએમએલ-એનને કોઇ અન્ય પાર્ટી પાસે સમર્થન માંગવું પડે નહીં.'

સૂત્રોના જણાવ્યા અનુસાર પીએમએલ-એનને પીપીપીની સાથે સરકાર બનાવવા માટે નારાજી નહીં હોય કારણ કે પાર્ટીના નેતા ઇમરાન ખાનની તહરીક એ ઇન્સાફની સાથે ગઠબંધન કરવા માટે તૈયાર નથી.

English summary
Pakistan votes for change, Nawaz Sharif set for third term as PM.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X