For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સર્વેઃ અમેરિકનો ઓબામાં પર છે વધારે ભરોસો

By Super
|
Google Oneindia Gujarati News

barack obama
વોશિંગટન, 16 ઑક્ટોબરઃ અમેરિકનો પોતાના બાળકોની સુરક્ષા માટે રાષ્ટ્રપતિ બરાક ઓબામા પર વધારે વિશ્વાસ કરે છે, કારણ કે કર્મચારી તરીકે ઓબામા અને તેમના પ્રતિસ્પર્ધી મિટ રોમનીને સરખું મહત્વ આપે છે, આ જાણકારી એક મત સર્વેમાં બહાર આવી છે.

સર્વેમાં સામેલ લોકોને જ્યારે પૂછવામાં આવ્યું કે જો તેઓ તોફાનમાં કોઇ નાવડીમાં સવાર હોય તો તેઓ સુકાની તરીકે આ બન્નેમાંથી કઇ વ્યક્તિને જોવાનું ઇચ્છશે. તેના પર 48 ટકા લોકોનું કહેવું હતું કે તેઓ સુકાન ઓબામાના હાથમાં સોંપશે, જ્યારે 44 ટકા લોકોએ રોમની પર વિશ્વાસ મુક્યો હતો.

વોશિંગટ્ન પોસ્ટ-એબીસી ન્યૂઝ દ્વારા કરવામાં આવેલા આ સર્વેમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે બન્ને દાવેદારોમાંથી બંગી જમ્પિંગમાં જવાની સૌથી વધારે સંભાવના છે તો 60 ટકા લોકોએ ઓબામાના પક્ષમાં મત આપ્યો જ્યારે રોમનીના પક્ષમાં માત્ર 21 ટકા લોકોએ મતદાન કર્યું. આ સર્વે માટે 1252 વયસ્કોને પસંદ કરવામાં આવ્યાં હતા.

આ સર્વે 10થી 13 ઓક્ટોબર સુધી ફોન થકી કરવામાં આવ્યું હતું. ભાગ લેનારાઓને પૂછવામાં આવ્યું કે, જો તમે કોઇ કંપની ચલાવતા હોવ તો કર્મચારી તરીકે તમે કોને રાખવાનું પસંદ કરશો, ઓબામા કે રોમનીને? આ પ્રશ્નમાં બન્નેને 46-46 ટકા મત મળ્યા હતા.

જો કે, 56 ટકા લોકોનું કહેવું છે કે, તેમને ઓબામા પ્રામાણિક અને ભરોસાપાત્ર લાગે છે, જ્યારે 45 ટકા લોકોના મતે રોમની પ્રામાણિક અને ભરોસાપાત્ર છે. સર્વેક્ષણમાં સામેલ લોકો કોને વોટ આપશે તે તો માલુમ નથી, પરંતુ 60 ટકા લોકોનું કહેવું છેકે ઓબામાં સૌથી વધું પ્રેમાળ અને મૈત્રીસભર છે, પરંતુ તેમના સમર્થકો રોમનીના સમર્થકો જેવા ઉર્જાસપન્ન નથી.

English summary
New Poll survey found that most of Americans trust Barack Obama than Romney.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X