For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચમત્કાર! ગર્ભની અંદર જ જન્મી બાળકી

|
Google Oneindia Gujarati News

newborn
શું ક્યારેય તમે એવું સાંભળ્યું છેકે કોઇ બાળકીનો જન્મ પોતાની માતાના પેટમાં થયો હોય, પરંતુ એવું ખરા અર્થમાં થયું છે. ગ્રીસમાં એક મહિલાએ પોતાના ગર્મમાં જ બાળકનો જન્મ આપ્યો. આ ઘટના ચોંકવી દે તેવી તસવીર ફેસબુક પર અપલોડ કરવામાં આવી છે.

ગ્રીસની રાજધાની એથેન્સમાં એક મહિલાએ એમનિયોટિક થૈલીમાં જ બાળકીને જન્મ આપી દીધો. ડોક્ટર એરિસ ટિગરિસે ઓપરેશન થકી બાળકને બહાર કાઢ્યો. ડોક્ટરે તકને રેકોર્ડ કરી લીધો અને તેની તસવીર પોતાના ફેસબુક પેજ પર અપલોડ કરી દીધી. ત્યારથી આ તસવીરને અત્યારસુધી 8000થી વધારે શેર કરવામાં આવી ચૂકી છે.

ડોક્ટર્સે જણાવ્યા પ્રમાણે બાળકીને એહેસાસ પણ નહીં હોય કે તે જન્મી ચૂકી છે. તે એવું જ વર્તન કરી રહી હતી કે તે હજુ પણ માતાના ગર્ભમાં છે. નોંધનીય છે કે એમનિયોટિક થેલીની અંદર પાણી અને પીળા રંગનો તરલ પદાર્થ હોય છે અને તેમાં અજન્મેલા બાળકો સુરક્ષિત રહે છે અને તેને કોઇપણ પ્રકારની ઇજા પહોંચી નથી. તે થેલીની અંદર તરે છે અને હરે-ફરે છે.

સામાન્ય રીતે બાળકનો જન્મ પહેલા જ થેલી પોતાની જાતે ફાટી જાય છે, જેને વોટર બ્રેકિંગ કહેવામાં આવે છે. ડોક્ટર ટિગરિસ અનુસાર આ પ્રકારના કેસ જવ્વલે જ જોવા મળે છે. ડોક્ટરનું કહેવું છેકે બાળકીને કોઇ ખતરો નથી.

હોલિવુડ અભિનેત્રી જેસિકા અલ્બાની પુત્રીનો જન્મ પણ કંઇક આ રીતે થયો હતો. વર્ષ 2011માં તેમની પુત્રી એમનિયોટિક થેલીની અંદર જ જન્મ થઇ ગયો હતો. ત્યારે તેમણે મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું, ડોક્ટરે આ પહેલા એવું ક્યારેય જોયુ નહોતુ. તેમણે નર્સમાં બોલાવીને કહ્યું હતુ, જુઓ, આ શું થયું છે, બાળકી બહાર આવતા જ થેલી પોતાની જાતે ફાટી ગઇ. જેસીકા અલ્બાએ પોતાની પુત્રીનું નામ હેવન રાખ્યું છે.

English summary
A newborn baby in its fully intact amniotic sac, a rare cesarean en caul.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X