For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નાઇજીરિયામાં બંદૂકધારીઓનો હુમલોઃ 40ના મોત

|
Google Oneindia Gujarati News

naigeria
અબુજા, 27 નવેમ્બરઃ નાઇજીરિયાના પ્લેટો રાજ્યમાં બંદૂકધારીઓએ હુમલો કરીને 40 લોકોને મોતને ઘાટ ઉતારી દીધા છે.

સમાચાર એન્જસી સિન્હુઆએ મંગળવારે સૂત્રોના હવાલાથી જણાવ્યુ છે કે ભૂતકાળમાં આ વિસ્તારામાં જાતીય અને ધાર્મિક સંઘર્ષમાં સેંકડો લોકોએ જીવ ગુમાવ્યો છે. પોલીસ પ્રવક્તા ફેલિશિયા એન્સેલ્મે નાઇજીરિયાના બારકિન લાદી સ્થાનિક પ્રશાસનિક વિસ્તારમાં હુમલાની પૃષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું છે કે, રાત્રે એક સાથે ફોરોન, ગુરાબોક, રાવુરુ અને તાસુ, ચાર અલગ-અલગ સ્થળો પર હુમલા થયા. આ ચારેય વિસ્તારો સ્થાનિક પ્રશાસનિક ક્ષેત્રમાં આવે છે અને આ વિસ્તારને ફલેની ચરવાહો અને મૂળ નિવાસી બેરોમ લોગો વચ્ચેના સંઘર્ષના સ્થળ તરીકે ઓળખવામાં આવે છે.

નાઇજીરિયાની રાજધાની જોસમાં તેમણે પત્રકારોને જણાવ્યું કે, અમે હજુ ભોગ બનાનારાઓનો સાચો આંકડો જણાવી નહીં શકીએ કારણ કે, આંકડાઓ એકત્રિત કરવામાં આવી રહ્યાં છે. વિશેષ કાર્ય બલના પ્રવક્તા સાલિસુ મુસ્તફાએ જણાવ્યું કે, અજ્ઞાત હુમલાખોરો દ્વારા કરવામા આવેલા સુનિયોજીત હુમલો સવારે બે વાગ્યે થયો. મુસ્તફાએ જણાવ્યું કે, હુમલો, સ્થાનીય સરકારના બરકિન લાદી અને મંગુ વિસ્તારના કટુ કપંગ, દારોન, તુલ અને રાવુરુ ગામોમાં થયો છે.

તેમણે જણાવ્યું કે, કટુ કપંગમાં લગભગ 13, દારોનમાં 8, તુલમાં 9 અને રાવુરુમાં સાત લોકોના મોત નીપજ્યાં છે. સ્થાનિક નિવાસીઓનું કહેવું છે કે, હુમલામાં 40તી વધુ લોકો માર્યા ગયા છે.

English summary
Gunmen have killed 37 people in a pre-dawn raid in Nigeria's central Plateau state, the military has said.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X