For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

માનવ DNA માટે કોઇ પેટન્ટ નહીં : અમેરિકન સુપ્રીમ કોર્ટ

|
Google Oneindia Gujarati News

human-dna
વૉશિંગ્ટન, 14 જૂન : અમેરિકાની સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે મેડિકલ કંપનીઓ મનુષ્યનાં પ્રાકૃતિક ડીએનએની પેટન્ટ કરાવી શકે નહીં, પરંતુ પ્રયોગશાળામાં તૈયાર કરાયેલા ડીએનએને પેટન્ટ યોગ્ય માનવામાં આવશે. કોર્ટનું કહેવું છે કે ડીએનએ પ્રકૃતિની દેન છે અને ફક્ત એ બાબતના આધારે તેની પેટન્ટ કરાવી શકાય નહીં કે તેને કોઇ શોધ માટે શરીરથી અલગ કરવામાં આવ્યું છે.

કોર્ટે મિરિયડ જેનેટિક્સ નામની એક અમેરિકન કંપની દ્વારા સ્તન અને ગર્ભાશય કેન્સરની ઓળખ કરવા સંબંધિત એક શોધમાં ઉપયોગ કરાયેલા જીનનાં પેટન્ટને ગેરકાયદે ગણાવી છે.

તબીબી સંશોધન અને જીવ વિજ્ઞાન ટેકનોલોજી માટે કોર્ટનાં આ ચૂકાદાનું પરિણામ દૂરગામી હશે. અમેરિકન જીવ વૈજ્ઞાનિક સમુદાયે આનો વિરોધ કરતા કહ્યું છે કે આવીપેટન્ટ પર નિયંત્રણ મૂકવાથી જીન સાથે સંકળાયેલા સંશોધનો પર નકારાત્મક પ્રભાવ પડશે.

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ટોમસે પોતાના ચૂકાદામાં લખ્યું છે કે માત્ર એ આધાર પર કે "જીનને શરીરની બાહાર કાઢી લેવામાં આવ્યું છે અને તેમાંથી પ્રાપ્ત માહિતીને પેટન્ટ યોગ્ય માનવામાં નહીં આવે."

અમેરિકન સિવિલ લિબર્ટીઝ યનિયનની વકીલ સેન્ડ્રા પાર્કે આ નિર્ણયનું સ્વાગત કરતા જણાવ્યું છે કે "હવે વિજ્ઞાનીઓને માટે આવા જીન પર શોધ કરવાનું વધારે સરળ બનશે કારણ કે તેમ કરતા કોઇ પ્રકારની બૌદ્ધિક સંપત્તિના ઉલ્લંઘનનો કોઇ ભય રહેશે નહીં."

English summary
No patenting for human DNA : US supreme court
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X