ઉત્તર કોરિયામાં કોરોનાનો પહેલો કેસ આવ્યો સામે, દેશભરમાં લૉકડાઉનનુ એલાન
પેંગયાંગઃ નૉર્થ કોરિયાએ પહેલી વાર કોરોના સંક્રમણના પહેલા કેસની પુષ્ટિ કરી છે. કોરોનાના પહેલા કેસની પુષ્ટિ સાથે જ નૉર્થ કોરિયાએ દેશભરમાં ગંભીર રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી દીધી છે. ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉને દેશભરમાં લૉકડાઉન લગાવવાના આદેશ આપ્યા છે. કોરોના સંક્રમણને ફેલાવાથી બચાવા માટે કિમ જોંગ ઉને દેશમાં ગંભીર રાષ્ટ્રીય કટોકટી પણ જાહેર કરી છે.
રિપોર્ટ મુજબ નૉર્થ કોરિયામાં કોરોનાનો જે પહેલો કેસ સામે આવ્યો છે તેમાં કોરોનાનો ઓમિક્રૉન વેરિઅંટ જોવા મળ્યો છે. ત્યારબાદ દેશમાં પૂર્ણ ઈમરજન્સી લગાવી દેવામાં આવી છે. જેનાથી વાયરસને નિયંત્રિત કરી શકાશે. કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સી અનુસાર કિમ જોંગ ઉન અને દેશના મોટા અધિકારીઓએ આ સંકટનો સામનો કરવા માટે ઉચ્ચ સ્તરીય બેઠક કરી અને એ વાત પર ચર્ચા કરી કે કેવી રીતે સંક્રમણને રોકી શકાય. બેઠક બાદ મેક્સિમમ ઈમરજન્સી વાયરસ કંટ્રોલ સિસ્ટમનુ એલાન કરવામાં આવ્યુ.
રિપોર્ટ મુજબ પેંગોંગની આસપાસના વિસ્તારોને બે દિવસ માટે લૉક કરી દેવામાં આવ્યા છે. લૉકડાઉનના કારણે લોકોએ ચિંતામાં ખરીદી શરુ કરી દીધી છે. લોકોને ખબર નથી કે ક્યારે લૉકડાઉન ખતમ થશે. આ પહેલા નૉર્થ કોરિયા દાવો કરતો આવ્યો છે કે તેના દેશમાં કોરોના વાયરસનુ સંક્રમણ નથી. દેશના સીમાવર્તી વિસ્તારોમાં સાવચેતી વધારી દેવામાં આવી છે. સમુદ્ર, હવા અને જમીન ત્રણે સીમાઓ પર સાવધાની રાખવામાં આવી રહી છે જેનાથી સંક્રમણને રોકી શકાય. નૉર્થ કોરિયાનુ કહેવુ છે કે તે સંક્રમણને રોકવા અને તેને સંપૂર્ણપણે નિયંત્રિત કરવાની દિશામાં કામ કરી રહ્યુ છે.