For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'ઉત્તર કોરિયા ગમે તે સમયે કરી શકે છે મિસાઇલનું પ્રક્ષેપણ'

By Super
|
Google Oneindia Gujarati News

Yun Byung-se
સિયોલ, 10 એપ્રિલઃ દક્ષિણ કોરિયાના વિદેશ મંત્રી યુન બયંગ સેએ બુધવારે કહ્યું છે કે ઉત્તર કોરિયા ગમ ત્યારે મધ્યમ અંતર મારક મિસાઇલનું પ્રક્ષેપણ કરી શકે છે. દક્ષિણ કોરિયા અને અમેરિકા તરફથી એકઠી કરવામાં આવેલી માહિતી અનુસાર ઉત્તર કોરિયાએ મિસાઇલ છોડવાની સંભાવના વઘારે છે. આ સંભાવનાઓ ગમે તે સમયે હકીકતમાં બદલાઇ શકે છે.

વિદેશમંત્રી, એકીકરણ અને વિદેશ મામલાની એક સંસદીય બેઠકમા બોલી રહ્યાં હતા, સમાચાર એન્જસી અનુસાર યુને કહ્યું છે કે છોડાનારી મિસાઇલ મુસુદાનની એક નવા પ્રકારની હોઇ શકે છે. મુસુદાનની મારક ક્ષમતા 3500 કિમી સુધીની છે. નવી મિસાઇલ કેટલું અંતર નક્કી કરશે, એ ઉત્તર કોરિયા પર નિર્ભર કરે છે. રક્ષામંતરી કિમ ક્વાન જીને ચાર એપ્રિલે સાંસદોને જણાવ્યું હતું કે, ઉત્તર કોરિયા મધ્યમ અંતર મારક મિસાઇલને પૂર્વિય તટ તરફ લઇ ગયું છે.

આ મિસાઇલ મુસુદાન હોઇ શકે છે. આ ગુઆમમાં અમેરિકાના સૈન્ય ઠેકાણા સુધી પહોંચી શકે છે. ઉત્તર કોરિયા, આ મિસાઇલનું 15 એપ્રિલને પ્રક્ષેપણ કરી શકે છે. એ દિવસે ઉત્તર કોરિયા પોતાના સંસ્થાપક કિમ ઇલ સુંગનો જન્મદિવસ મનાવે છે. કિમ ઇલ સુંગ ઉત્તર કોરિાયના સંસ્થાપક હતા અને હાલના નેતા કિમ જુંગ ઉનના દિવંગત દાદા છે. યુનએ ચેતવ્યા છે કે ઉત્તર કોરિયામાં મિસાઇલ છોડવા પર સંયુક્ત રાષ્ટ્ર પરિષદની બેઠક સ્વતઃ આયોજિત થશે, કારણ કે સંયુક્ત રાષ્ટ્રના પ્રસ્તાવોએ ઉત્તર કોરિયા પર કોઇ પણ બેલિસ્ટિક મિસાઇલના પરિક્ષણ પર પ્રતિબંધ લગાવ્યો છે.

English summary
North Korea is highly likely to launch mid-range missiles "at any time from now on", said South Korean Foreign Minister Yun Byung-se Wednesday. "According to intelligence collected by our side and the US, possibility for North Korea's missile launch is very high," Foreign Minister Yun Byung-se said at a parliamentary meeting for foreign affairs and unification.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X