For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવે મચ્છરોને ચકરાવે ચઢાવશે ખાસ 'કેમિકલ'

|
Google Oneindia Gujarati News

વૉશિંગ્ટન, 10 સપ્ટેમ્બર : પોતાના એક જ ડંખથી મેલેરિયા, ડેગ્યુ કે ચિકનગુનિયા જેવી બિમારીઓ આપનારા મચ્છરોથી હવે છુટકારો મળી શકશે. વિજ્ઞાનીઓએ હવે એવું રસાયણ બનાવ્યું છે કે જેને લગાવતા જ વ્યક્તિને હવે મચ્છરો માટે નીરસ બની જશે.

અમેરિકન કેમિકલ સોસાયટીના સભ્ય ડૉ બર્નિયરે જણાવ્યું કે માણસની ત્વચા પર રહેલા સૈંકડો તત્વોને કારણે એક અનોખી ગંધનું નિર્માણ થાય છે જે મચ્છરોને પોતાની તરફ આકર્ષિત કરે છે. હવે વિજ્ઞાનીઓએ એવું રસાણય તૈયાર કરવામાં એવી સફળતા મેળવી છે કે જેને ત્વચા પર લગાવવાથી મચ્છર તથા અન્ય કીડા મંકોડા ત્વચા તરફ આકર્ષિત નહીં થાય. આ ઉપરાંત તેઓ ત્વચા પર કરડશે પણ નહીં.

mosquito

તેમણે જણાવ્યું કે આ નવા રસાયણમાં રહેલું મિથાઇલ પાઇપર જીન નામનું તત્વ માણસની ગંધને સંપૂર્ણ રીતે ફેલાતી રોકી દે છે. જેના કારણે મચ્છરોને ચકરાવે ચઢાવી શકાય છે. આ રસાયણ મચ્છરોની ગંધ પારખવાની શક્તિને નબળી પાડી દે છે. આ સ્થિતિને એનોસ્મિયા અથવા હાઇપોસ્મિયા કહે છે.

આ રસાયણનો પ્રયોગ કરવા માટે વિજ્ઞાનીઓએ એક વ્યક્તિને મચ્છરોથી ભરેલા એક જારમાં પોતાના બંને હાથ થોડા સમય માટે રાખવા જણાવ્યું હતું. થોડી જ વારમાં આ પ્રયોગના ચોંકાવનારા પરિણામો જોવા મળ્યા. વિજ્ઞાનીઓએ જોયું કે હાથ પર આ રસાયણો લગાવવાથી મચ્છરો વ્યક્તિના હાથની આસપાસ ફરતા હતા, પરંતુ તેને ડંખ મારવાનો પ્રયાસ કર્યો ન હતો.

English summary
Now 'Chemical' will dodge mosquitoes
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X