For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવે જીમેઇલની મદદથી મની ટ્રાન્સફર કરી શકાશે !

|
Google Oneindia Gujarati News

google-wallet
નવી દિલ્હી, 18 મે : આપ જીમેઇલ એકાઉન્ટનો ઉપયોગ કરતા હોવ તો આપના માટે ખુશખબરી છે. હવે આપ આપના જીમેઇલ એકાઉન્ટની મદદથી મની ટ્રાન્સફર કરવાની સુવિધા મેળવી શકો છો. વાસ્તવમાં ગૂગલે બુધવારે, 15 મેના રોજપોતાની આઇઓ ડેવલપર કોન્ફરન્સ દરમિયાન ગૂગલ મેપના નવા વર્ઝન અને સબસ્ક્રિપ્શન આધારિત મ્યુઝિક સર્વિસ સહિતની અનેક નવી સેવાઓની જાહેરાત કરી હતી. આ તમામ જાહેરાતોમાં સૌથી મહત્વપૂર્ણ જાહેરાત ગૂગલ વૉલેટની હતી. ગૂગલ વૉલેટની મદદથી આપ મની ટ્રાન્સફર કરી શકશો.

ગૂગલ વૉલેટ એક એવો વિકલ્પ છે જે લોકોને ગમે ત્યારે ચૂકવણી કરવાનો વિકલ્પ આપો છે. વાસ્તવમાં પહેલા ગૂગલ વોલેટને મોબાઇલ એપ્લિકેશન તરીકે વિકસાવવામાં આવી હતી. જેથી માત્ર મોબાઇલ મારફતે ગૂગલ વૉલેટનો ઉપયોગ કરીને મની ટ્રાન્સફર કરી શકાતા હતા. હવે કંપનીએ ગૂગલ વૉલેટને જીમેઇલ એકાઉન્ટ સાથે જોડી દીધું છે. આથી આપ આપના જીમેઇલ એકાઉન્ટની મદદથી ગૂગલ વૉલેટ મારફતે નાણા ટ્રાન્સફર કરી શકશો.

જે લોકોએ ગૂગલ વૉલેટ સાથે પોતાનું બેંક એકાઉન્ટ લિંક કર્યું છે તેઓ માઉસ ક્લિક કરતાની સાથે જ પૈસા ટ્રાન્સફર કરી શકશે. આ માટે જરૂરી નથી કે તમે જેને નાણા મોકલી રહ્યા હોવ તેની પાસે પણ જીમેઇલ એકાઉન્ટ હોય. પણ હા, તેની પાસે ગૂગલ વૉલેટ એકાઉન્ટ હોવું જરૂરી છે.

પોતાના બેંક એકાઉન્ટ અથવા તો ગૂગલ વૉલેટ એકાઉન્ટની મદદથી મની ટ્રાન્સફર કરવાનો કોઇ ચાર્જ લેવામાં આવતો નથી. પણ જે લોકો ડેબિટ કે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરશે તેમની પાસેથી ફી તરીકે 2.9 ટકા રકમ એક સાથે વસૂલ કરવામાં આવશે. આપ એક વારમાં 10,000 ડૉલર અને 5 દિવસમાં 5,00,000 ડૉલરની ચૂકવણી કરી શકશો. વર્તમાનમાં આપ પોતાના ડેસ્કટોપ પર જીમેઇલ મારફતે મની ટ્રાન્સફર કરી શકશો. જો કે મોબાઇલથી મની ટ્રાન્સફર માટે આપે wallet.google.com પર જઇને લોગ ઇન કરવું પડશે.

English summary
Now Google could do money transfer.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X