For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવે ચશ્મા માટે લાકડાંની ફ્રેમ

|
Google Oneindia Gujarati News

Wooden Frames
ટોક્યો, 6 એપ્રિલઃ યોશિહિસા યાબૂચી ઉત્તરીય શહેર ફુકુશિમામાં પોતાની પુશ્તૈની ચશ્માની દુકાનમાં કામ કરે છે. ઓર્ડર પર વિશેષ ફ્રેમ બનાવવાનો તેમનો આ વ્યવસાય 137 વર્ષ જૂનો છે. સમાચાર એજન્સી યાબૂચીએ કહ્યું કે, મારી પાસે 32 ઓર્ડર છે, પરંતુ અત્યારસુધી હું માત્ર 18 જ કરી શક્યો છું, તેથી તેના માટે બે વર્ષ રાહ જોવી પડે છે.

તેમને એક ફ્રેમ બનાવવા માટે એક મહિનાથી વધારે સમય લાગે છે. લાકડાંની ફ્રેમ આજકાલ એક નવી ફેશન છે. કેપિટલ, શ્વૂડ, ગોલ્ડ અને વૂડ પેરિસ, હરલિટ અને ડબલ્યુ આઇ જેવી મોટી બ્રાન્ડ પર લાકડાંની ફ્રેમ બનાવી રહી છે.

વિશ્વભરમાં લુઇસ વિટન જેવી મોંઘી શ્રેણીની ફ્રેમ બનાવનારી કંપની અને નાના-મોટા ડિઝાઇનર પર લાકડાંની ફ્રેમ બનાવી રહ્યાં છે, પરંતુ યાબૂચીની ફ્રેમની ખાસિયત એ છે કે એ માત્ર લાકડાની બનેલી હોય છે અને તેમાં ગોંદ કે અન્ય કોઇ ધાતુની વસ્તુનો ઉપયોગ કરવામાં આવતો નથી. યાબૂચીને ફુકુશિમા શહેર સાથે ઘણો લગાવ છે.

માર્ચ 2011માં ભુકંપ અને સુનામીએ આ શહેરને તબાહ કરી નાખ્યું હતું. જેના કારણે પરમાણું સંકટ પણ પૈદા થયો હતો. ડિઝાઇનરે કહ્યું કે ત્યારે તે તેમના પત્ની અને બાળકો સાથે બીજા શહેરમાં જતા રહ્યાં હતા. તેમનો પરિવાર પરત ફર્યો નથી પરંતુ યાબૂચી પરત આવી ગયા છે. તે પોતાના પુશ્તેની વ્યવસાયને ફરીથી વધારવા ઇચ્છે છે અને શહેરમાં વ્યવસાયિક ગતિવિધમાં પણ યોગદાન આપવા ઇચ્છે છે.

English summary
Made by hand and only of wood, the frames for prescription glasses made by Japan's Yoshihisa Yabuuchi are a gem of craftsmanship and design that are available for some 1,200 euros ($1,540), but only after two years on the waiting list.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X