For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બીજા તબક્કાની ચર્ચામાં રોમનીને ભારે પડ્યા ઓબામા

|
Google Oneindia Gujarati News

ન્યૂયોર્ક, 16 ઑક્ટોબરઃ રાષ્ટ્રપતિ પદ માટે આયોજિત બીજી ચર્ચામાં રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ શરૂઆતથી જ આક્રમક રૂપ ધારણ કરી લીધું હતું. તેમણે રિપબ્લિકન પ્રતિસ્પર્ધી મિટ રોમનીની યોજનાઓનો મજાક ઉડાવ્યો. બન્ને વચ્ચે ટેક્સ, અર્થવ્યવસ્થા, ઉર્જા અને રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દાઓ પર જોરદાર ચર્ચા થઇ હતી.

રોમનીએ બે અઠવાડિયા પહેલા થયેલી ચર્ચમાં રાષ્ટ્રપતિ ઓબામાને એક રીતે હરાવ્યા હતા, અને હવે ન્યૂયોર્કની હોફસ્ટ્રા યુનિવર્સિટીમાં આયોજીત બીજી ચર્ચામાં તેમણે રાષ્ટ્રપતિ તરીકે ઓબામાની નિષ્ફળતાઓ ગણાવવાનો પ્રયત્ન કર્યો હતો.

barack obama
છ નવેમ્બરે રાષ્ટ્રપતિની ચૂંટણીના ત્રણ અઠવાડિયા પહેલાની આ ચર્ચામાં બન્ને પ્રતિસ્પર્ધીઓએ એક-બીજા પર અર્થવ્યવસ્થા અને ટેક્સથી લઇને ઉર્જા, મહિલા અધિકાર જેવા વિષયો પર જોરદાર હુમલા કર્યા હતા.

રોમનીની પાંચ સૂત્રીય આર્થિક યોજનાનો મજાક ઉડાવતા ઓબામાએ કહ્યું કે, ગવર્નર રોમની કહે છેકે, તેમની પાસે પાંચ સૂત્રીય યોજના છે, પરંતુ ગવર્નર રોમની પાસે પાંચ સૂત્રીય યોજના છે જ નહીં. તેમની પાસે માત્ એખ સૂત્રીય યોજના છે અને આ યોજના એવું સુનિશ્ચિત કરાવવા માટે છે કે ટોચના લોકો માટે અલગ પ્રકારના નીયમ હોય.

ઓબામાએ કહ્યું કે ખાનગી ક્ષેત્ર હોય, ગવર્નર તરીકે હોય કે પછી રાષ્ટ્રપતિ ઉમેદવાર તરીકે તેમની એક જ દ્રષ્ટી રહી છે. જોકે, રોમનીએ ઓબામાના અંદાજને ખોટો ઠેરવ્યો.

આબામાએ કહ્યું કે, રોમનીનો ટેક્સ પ્રસ્તાવ અમેરિકન પ્રજા માટે દેખાડા સમાન છે. તેની સાથે તેમણે રિપબ્લિકન પાર્ટીના ઉમેદવારને જ્યોર્જ બુશ સાથે જોડવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે રોમનીએ કહ્યું કે રિપબ્લિકન હોવા છતાં તેઓ ઘણા મુદ્દે પૂર્વ રાષ્ટ્રપતિ બુશથી ભિન્ન છે.

બન્ને ઉમેદવારોએ વાંરવાર એકબીજાને અધવચ્ચે રોક્યા હતા. જેના કારણે બીજા તબક્કાની ચર્ચા પહેલા કરતા વધારે ગરમા-ગરમીવાળી રહી હતી.

English summary
A combative Barack Obama today hit back at Mitt Romney, retrieving lost ground in the second of the three high-stake presidential debates.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X