અમેરિકાનો રાષ્ટ્રપતિ હોવાનો ગર્વઃ બરાક ઓબામા

દેશને સંબોધન કરતી વખતે તેમણે કહ્યું કે, હું હજુ થોડાક મહિના સતત કામ કરતો રહીશ જેથી અમેરિકનોની નોકરી જોખમમાં ના મુકાય. સારા કામ માટે સતત મહેનત કરતા રહીશુ. હું અમેરિકાના દેવામાં ડુબેલુ રહે તેવું નથી ઇચ્છતો અને તેને બહાર કાઢવા આકરી મહેનત કરીશ. રોજગારી વધારવા માટે કામ કરતા રહીશુ. હજુ ઘણો વિકાસ કરવાનો છે અને આ વિકાસની ગતિને વધારીશું. હુ ખુશ છું કે દેશની આર્થિક સ્થિતિ સુધરી છે.
તેમણે અમેરિકાની સેનાના ભરપેટ વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે દેશભક્તિ, સભ્યતા અને એકતાના કારણે આપણે મજબૂત થયા છીએ. 10 વર્ષ જૂની જંગનો અંત આવ્યો છે. તેમણે વધુંમાં કહ્યું કે, બધાએ સાથે મળીને સેન્ડી જેવા ભયાનક તોફાનનો સામનો કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે તેમણે તેમના પ્રતિસ્પર્ધી મિટ રોમનીએ પાઠવેલા અભિનંદન બદલ આભાર માન્યો હતો અને કહ્યું હતું કે તેઓ રોમની સાથે બેઠક કરશે.
તેમણે પત્ની મિશેલનો આભાર માનતા કહ્યું હતું કે, આજે તે કંઇ પણ છે તે તેમની પત્ની મિશેલના કારણે છે.












Click it and Unblock the Notifications
