For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આપણી આકાશગંગામાં 100 અરબ ગ્રહની ઉપસ્થિતિ

|
Google Oneindia Gujarati News

galaxy
વોશિંગટન, 4 જાન્યુઆરીઃ એક નવા અધ્યયનમાં દાવો કરવામાં આવ્યો છે કે અમારી આકાશગંગામાં ઓછામાં ઓછા 100 અરબ ગ્રહ છે. આ અધ્યયન પર વિશ્વાસ કરવામાં આવે તો દરેક તારામાં ઓછામાં ઓછો એક ગ્રહ છે અને વધારે ગ્રહોમાં જીવનની સંભાવના રહેલી છે.

પૂર્વ ધારણા કરતા ઉલ્ટુ, નવા અધ્યયનમાં ખગોળવિદોએ કહ્યું છે કે ગ્રહોની સાથોસાથ તારા પ્રણાલિઓ આખા બ્રહ્માન્ડમાં ફેલાયેલી છે. નાસાનું કહેવું છેકે કેલિફોર્નિયા ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલીજીના ખગોળવિદોએ કેપલર 32 નામના તારાની કક્ષામાં ઉપસ્થિત ગ્રહો તથા આપણી આકાશગંગાના ગ્રહોનું પ્રતિનિધિત્વ કરનારી પ્રણાલીઓના અધ્યયન દરમિયાન આ નિષ્કર્ષ કાઢ્યું છે.

કેલટેકમાં ખગોળ વિજ્ઞાનના સહાયક પ્રાધ્યાપક જોન જોન્સન આ અધ્યયનના સહ લેખક પણ છે. તેમણે કહ્યું કે આપણી આકાશગંગામાં ઓછામાં ઓછા 100 અરબ ગ્રહ ઉપસ્થિત છે. આ એક ચોંકાવનારી વાત છે. ગ્રહ વ્યવસ્થાની ખબર નાસાના કેપલર સ્પેસ ટેલિસ્કોપની મદદથી લગાવી શકાયો હતો અને આ વ્યવસ્થામાં પાંચ ગ્રહ હોય છે. કેપલર 32ની કક્ષામાં ઉપસ્થિત બે ગ્રહોની શોધ અન્ય ખગોળવિદ ભૂતકાળમાં કરી ચૂક્યા છે. કેલટેકની ટીમે ત્રણ ગ્રહોની પૃષ્ટિ કરી છે અને ફરી પાંચ ગ્રહોની પ્રણાલીનું વિશ્લેષણ કરી તેની તુલના કેપલર દ્વારા શોધવામાં આવેલી અન્ય પ્રણાલીઓ સાથે કરી.

English summary
Our galaxy contains at least 100 billion planet approximately one for every star and many of them could harbour life, a new study claims.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X